સ્ટેમ્પ ડયુટીની રાજય સરકારને રૂ.64.99 કરોડની આવક થઈ, જોકે જુલાઈની સરખામણીમાં રૂ. 5.18 કરોડનું ગાબડું પડ્યું
રૈયામાં 867, રતનપરમાં 830, રાજકોટ-1માં 772, કોઠારીયામાં 757, મવામાં 771 અને મવડી ઝોનની સબરજિસ્ટ્રાર કચેરીમાં 1080 દસ્તાવેજોની નોંધણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર-જિલ્લામાં ઓગસ્ટ-2025માં 1128 મિલ્કતોનું વેચાણ થવા પામેલ છે. જેના દસ્તાવેજનું રજીસ્ટ્રેશન ઝોનવાઈઝ સબ રજીસ્ટ્રાર કચેરીમાં થતા તેની ફી અને સ્ટેમ્પ ડયુટીની રાજય સરકારને રૂા.64,99,942,14ની આવક થવા પામી છે. જોકે જુલાઈ-2025ની સાપેક્ષમાં ગત માસ દરમિયાન દસ્તાવેજ રજીસ્ટ્રેશનમાં 1128નો ઘટાડો નોંધાયો છે. જુલાઈ 2025માં 13380 મિલ્કતોના દસ્તાવેજનું રજીસ્ટ્રેશન થતા તેની ફી અને સ્ટેમ્પ ડયુટીની રાજય સરકારને રૂા.701889794ની આવક થવા પામી હતી. આમ જુલાઈ-25ની સાપેક્ષમાં ઓગસ્ટ-25માં 1128નો ઘટાડો થતા સરકારને આવકમાં પણ રૂા.5.18 કરોડનું ગાબડું પડેલ છે.
જોકે શહેરનો મોરબી રોડ વિસ્તાર મિલ્કતોના ખરીદ-વેચાણમાં એવરગ્રીન રહ્યો છે. ઓગસ્ટ-25માં પણ આ વિસ્તારમાં સૌથી વધુ 1590 મિલ્કતોના સોદા પડયા છે. મોરબી રોડ વિસ્તારમાં સૌથી વધુ મિલકતોનું વેચાણ થતા તેની દસ્તાવેજ નોંધણી સબ રજીસ્ટ્રાર કચેરીમાં થતા સરકારને આ માત્ર એક જ વિસ્તારની દસ્તાવેજ નોંધણીની સ્ટેમ્પ ડયુટી અને ફીની રૂા.9.54 કરોડની આવક થવા પામી છે.
જેમાં ગત ઓગસ્ટ-2025માં 11252 જેટલી મિલકતોનું વેચાણ થયેલ છે. જેમાં રાજકોટ-3માં 830, રાજકોટ-1માં 772 કોઠારીયામાં 757, રૈયામાં 867, મિલકતોનું વેચાણ થતા તેના દસ્તાવેજની નોંધણી સબ રજીસ્ટ્રાર કચેરીમાં થયેલ છે.
આવી જ રીતે શહેરના મવા વિસ્તારમાં 671, મવડીમાં 1080 અને રાજકોટ રૂરલ (ગ્રામ્ય)માં 540 મિલ્કતોનું વેચાણ થતા તેના દસ્તાવેજનું રજીસ્ટ્રેશન સબ રજીસ્ટ્રાર કચેરીમાં થયું છે. આમ રાજકોટ જીલ્લામાં ઓગસ્ટ-25 દરમિયાન 11252 મિલ્કતોના દસ્તાવેજોની નોંધણી થતા તેની ફીની રૂા.91542757 અને સ્ટેમ્પ ડયુટીની રૂા.558451457 મળી કુલ રૂા.649994214ની આવક રાજય સરકારને થવા પામી છે. જોકે જુલાઈ-2025ની સાપેક્ષમાં ઓગસ્ટ-25માં દસ્તાવેજ નોંધણીમાં ઘટાડો થતા રાજય સરકારને આવકમાં રૂા.5.18 કરોડનું ગાબડુ પડેલ છે.



