આપણે હંમેશા વિચાર કરતાં હોય કે આપણા પૂર્વજો આપણા પર કેવી રીતે ગુસ્સે થાય કે પછી તેમણે કેવી રીતે રિજવી શકાય અને તેની કૃપા આપણા ઉપર હંમેશા બની રહે તેના આપણે પ્રયત્નો કરતાં હોય છે, ત્યારે પિતૃ પક્ષ એ પૂર્વજોને પ્રસન્ન કરવા માટેનો પવિત્ર સમયગાળો છે. આ સમયમાં શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બરથી શરૂ
પિતૃ પક્ષ એ આપણા પૂર્વજોને સમર્પિત એક ખાસ સમયગાળો છે. આ સમયમાં શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન જેવા ધાર્મિક વિધિઓ કરીને તેમને પ્રસન્ન કરવામાં આવે છે. આ વર્ષે પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈને 21 સપ્ટેમ્બર સુધી ચાલશે.
- Advertisement -
ભાદ્રપદ પૂર્ણિમાથી શરૂ
પિતૃ પક્ષને શ્રાદ્ધ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ભાદ્રપદ પૂર્ણિમાથી શરૂ થાય છે અને અશ્વિન અમાવાસ્યા સુધી ચાલે છે. આ 15 દિવસના સમયગાળા દરમિયાન કરાયેલા શ્રાદ્ધ કર્મો દ્વારા પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે અને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
બપોરનો સમય શ્રાદ્ધ માટે ઉત્તમ
શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ શ્રાદ્ધ હંમેશા કૃષ્ણ પક્ષમાં જ કરવો જોઈએ. ખાસ કરીને બપોરનો સમય શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવે છે. સવારે, શુક્લ પક્ષમાં કે પોતાના જન્મદિવસે શ્રાદ્ધ કરવો યોગ્ય નથી. સાંજના સૂર્યાસ્ત પછી અથવા રાત્રે શ્રાદ્ધ કરવો આસુરી સમય માનવામાં આવે છે, તેથી તે સમયે શ્રાદ્ધ કરવાથી ફળ પ્રાપ્ત થતું નથી.
જમીન પર શ્રાદ્ધ કરવો અશુભ
શ્રાદ્ધ હંમેશા પોતાના ઘર કે જમીન પર જ કરવો શ્રેષ્ઠ છે. જો તે શક્ય ન હોય તો મંદિર, તીર્થસ્થાન, નદીકાંઠે કે જંગલમાં પણ શ્રાદ્ધ કરી શકાય છે. પરંતુ બીજા કોઈની જમીન પર શ્રાદ્ધ કરવો અશુભ ગણાય છે.
- Advertisement -
ત્રણ બ્રાહ્મણોને ભોજન
શ્રાદ્ધ વિધિ દરમ્યાન ઓછામાં ઓછા એક અથવા ત્રણ બ્રાહ્મણોને ભોજન માટે આમંત્રિત કરવું જોઈએ. ગાયનું ઘી અને દૂધનો ઉપયોગ શ્રાદ્ધ વિધિમાં કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. આમંત્રિત બ્રાહ્મણોને આદરપૂર્વક પીરસવું જોઈએ અને દાન કે ભોજન આપતી વખતે ગર્વ ન કરવો જોઈએ.
પોતાના સંતોષ માટે શ્રાદ્ધ
શાસ્ત્રોમાં કહેવાયું છે કે, શ્રાદ્ધ ભોજન માટે મિત્રોનું આમંત્રણ આપવું નહીં, કારણ કે તે પુણ્યહીન બની જાય છે. બ્રાહ્મણોએ ભોજન મૌન રહીને કરવું જોઈએ અને પોતાના સંતોષ માટે શ્રાદ્ધ કરનારની પ્રશંસા ન કરવી જોઈએ. આ નિયમોનું પાલન કરવાથી શ્રાદ્ધ વધુ ફળદાયી બને છે.
ભોજન અર્પણ કરવું શુભ
શ્રાદ્ધ દરમિયાન ગાય, કૂતરો, કાગડો અને કીડીઓને પણ ભોજન અર્પણ કરવું શુભ ગણાય છે. ભોજન બનાવતી વખતે મોઢું પૂર્વ તરફ રાખવું જોઈએ, દક્ષિણ તરફ મોઢું રાખીને ભોજન બનાવવું અશુભ માનવામાં આવે છે. આ બધા નિયમોનું પાલન કરવાથી પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને કુટુંબ પર સુખ-શાંતિ બની રહે છે.
ઉપર જે પણ પાલન આપેલા છે તેનું પાલન કરવાથી આપના પૂર્વજોની કૃપા હંમેશા રહેશે અને ઘરમાં સુખ અને સમૃધ્ધિ આવે છે.