ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આધારની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરતા મહાનગરપાલિકાના તમામ વોર્ડ નંબર 1 થી 18ની વોર્ડ ઓફિસ ખાતે આધારની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. રાજકોટ શહેરના નાગરિકો પોતાના વોર્ડના આધાર કેન્દ્ર અંગેના સ્થળ વિશેની માહિતી મહાનગરપાલિકાની વેબસાઈટ https:// www.rmc.gov.in અને રાજકોટ મહાનગરપાલિકાની મોબાઈલ એપ્લીકેશન RMC Citizen આા પરથી જાણી શકાશે.