ટુર્નામેન્ટ 01-09-2025થી 14-09-2025 સુધી યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા વડનગર, મહેસાણા ખાતે 1 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર, 2025 દરમિયાન ઞ-14 ભાઈઓની ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેેન્ટમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટની ટીમ પણ ભાગ લઈ રહી છે અને તેમણે પ્રથમ મેચ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
- Advertisement -
ટીમ અને શેડ્યૂલ: આ ટુર્નામેેન્ટમાં કુલ 27 જિલ્લાની ટીમો ભાગ લઈ રહી છે, જેમાંથી ગુજરાત સ્ટેટ ફૂટબોલ ટીમ માટે ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે.
રાજકોટની ટીમમાં વૈદિક જાવિયા, રેહાન્સ બુટાણી, આર્યન પરમાર, આલોક ચાવડા, આદિત્ય સાંગાણી, મીરાંગ તળપદા, વીર ખખ્ખર, તક્ષ ભુવા, જિનુ શામડા, ધૈર્ય ભટ્ટ, દેવ મહેતા જેવા પ્રતિભાશાળી ખેલાડીઓનો સમાવેશ થાય છે. ટીમના મેનેજર તરીકે સંજય પંડયા અને કોચ તરીકે અમીત રાઠોડ સેવા આપશે. ટીમના ખેલાડીઓને ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસિએશનના હોદ્દેદારો સર્વેશ્રી ગુણુભાઈ ડેલાવાળા, પુરૂષોતમ પીપળીયા, ડી. વી. મહેતા અને અન્ય એગ્રેજી પ્રતિભાવો સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
મહત્વપૂર્ણ મેચો
પ્રથમ મેચ: 2 સપ્ટેમ્બર, સવારે 9:30 વાગ્યે, સુરત સામે.
બીજો મેચ: 3 સપ્ટેમ્બરે, આણંદ સામે.
સુપર લીગ મેચો: 10, 11 અને 12 સપ્ટેમ્બરના રોજ.
સેમીફાઈનલ: 13 સપ્ટેમ્બરના રોજ.
ફાઈનલ: 14 સપ્ટેમ્બરના રોજ.