ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
દેશના વડા પ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનન ભાગરૂપે સ્વછતા મિશન અંતર્ગત તંત્ર કરોડોની ગ્રાન્ટ માત્ર સ્વછતા પાછળ ખર્ચ કરી રહ્યા છે તેવામાં સ્વછતાના નામે હજુય કોઈ ખાસ પ્રતિસાદ હોય તેવું રાજ્યમાં ક્યાંય નજરે લાગતું નથી. તેવામાં વડા પ્રધાનના આ અભિયાન અંતર્ગત સ્વછતા માટે સૌ પ્રથમ તંત્રના અધિકારીઓને જ પોતાની કચેરીઓમાં સ્વછતા રાખવા આદેશ આપયો હતો છતાં ધ્રાંગધ્રા શહેર ખાતે આવેલી ફોરેસ્ટ કચેરીના બહાર ગંદકી અને કચરાના ઢગલા નજરે પડે છે. અભયારણ્યની ફોરેસ્ટ કચેરીના મેઈન દરવાજા પાસે આવેલી ગંદકી અને ઉકરડો ઉડીને આખે વળગે તે પ્રકારે નજરે દેખાય છે અહીં આવતા અરજદારોને સ્વછતા શિખામણ આપતા અધિકારીઓ પોતાની કચેરી નજીક જ ગંદકી દૂર કરવા માટે અસમર્થ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે કેટલાક અંશે સ્થાનિક નગરપાલિકા દ્વારા પણ સ્વછતા અંગે કામગીરીમાં ઢીલી નીતિ જવાબદાર હોય તેવું કહી શકાય કારણ કે શહેરની માત્ર ફોરેસ્ટ કચેરી જ નહીં પરંતુ વિધાર્થીઓને અભ્યાસ કરવા માટેની શાળાઓ નજીક પણ કચરાના ઢગલા નજરે પડે છે જેથી સ્વછતા માટે નગરપાલિકાની કામગીરીના લીધે જ શહેરના કેટલાક વિસ્તારોમાં ગંદકી અને ઉકાળાથી નર્કાગાર જેવી સ્થિતિ હોવાનું સામે આવ્યું છે.
ધ્રાંગધ્રા ફોરેસ્ટ કચેરીની બાજુમાં કચરાના ઢગલા: સ્વછતા અભિયાનનો ફિયાસ્કો
