યુડાઇસ રિપોર્ટ : દેશમાં 1 કરોડ શિક્ષકો, પણ 1 લાખ સ્કૂલમાં માત્ર એક શિક્ષક
એક વર્ષમાં રાજ્યમાં સ્કૂલોની સંખ્યા ઘટીને 53,355 થઈ
શિક્ષકોની સંખ્યામાં પણ 5 હજારનો ઘટાડો નોંધાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાતમાં એક શિક્ષક ધરાવતી સ્કૂલોની સંખ્યા બે વર્ષમાં 1182 વધીને 2936 પર પહોંચી ગઇ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જાહેર કરેલા રિપોર્ટ યુનિફાઈડ ડિસ્ટ્રિક ઇન્ફર્મેશન સિસ્ટમ ઑફ એજ્યુકેશન પ્લસ (ઞઉઈંજઊ+) 2024-25 મુજબ, રાજ્યમાં 2022-23માં એક શિક્ષક વાળી સ્કૂલો 1754 હતી, જે 2024-25માં વધીને 2936 થઇ છે. આ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ બે વર્ષમાં 30 હજાર વધીને 1 લાખને પાર થઇ ગઇ છે.
રિપોર્ટ મુજબ, ગત શૈક્ષણિક વર્ષમાં દેશમાં પ્રથમવાર 1 કરોડથી વધુ શિક્ષકો નોંધાયા હતા, પરંતુ 1 લાખ સ્કૂલો એવી હતી જ્યાં માત્ર એક શિક્ષક હતા. છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં સ્કૂલોની સંખ્યા ઘટીને 53,355 પર પહોંચી છે. આ દરમિયાન 5 હજાર શિક્ષકો પણ ઘટયા છે અને તેમની સંખ્યા 3.89 લાખ થઇ છે. જે 2023-24માં 3.94 લાખ પર હતી. 2024-25માં રાજ્યમાં પ્રિ-પ્રાઇમરીથી લઇ ધો.12 સુધી કુલ 1.15 કરોડ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
2024-25માં ગુજરાતની 63 સ્કૂલોમાં એક પણ વિદ્યાર્થીએ એડમિશન લીધું નહોતું, પરંતુ આ સ્કૂલોમાં 78 શિક્ષકો હતા. દેશની 7993 સ્કૂલોમાં પણ એક પણ એડમિશન થયું નહોતું.
- Advertisement -
હવે 21 વિદ્યાર્થી પર એક શિક્ષક, જે પહેલા 31 પર હતા
10 વર્ષ પહેલાં મિડલ સ્તરે એક શિક્ષક પાસે 26 વિદ્યાર્થી હતા, જે ઘટીને 17 થયા. સેક્ધડરી સ્તરે તે 31થી ઘટીને 21 થયા. એટલે કે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેનો સંદેશાવ્યવહાર વધુ સારો થઈ રહ્યો છે. શિક્ષકો પાસે જેટલા ઓછા વિદ્યાર્થી હશે, તેટલો વધુ સમય તેઓ આપી શકશે. આ ઉપરાંત ડ્રોપઆઉટ દર ઘટ્યો છે. સેક્ધડરી સ્તરે 2023-24માં તે 10.9% હતો. જે 2024-25માં ઘટીને 8.2% થયો છે. મિડલ સ્તરે તે 5.2%ની સરખામણીમાં 3.5% થયો છે અને પ્રાથમિક સ્તરે, તે 3.7%થી ઘટીને 2.3% થયો છે. તેમજ પ્રાથમિક સ્તરે રીટેન્શન રેટ 2023-24માં 85.5%થી વધીને 92.4% થયો છે.
ગુજરાતમાં એક શિક્ષકવાળી સ્કૂલો 67% વધી
વર્ષ : સ્કૂલ વિદ્યાર્થી
2022-23 1754 71506
2023-24 2462 87322
2024-25 2936 105134
ગુજરાતમાં ધોરણ મુજબ વિદ્યાર્થી
ધોરણ વિદ્યાર્થી
1 થી 5 45.67 લાખ
6 થી 8 31.93 લાખ
ધોરણ વિદ્યાર્થી
9 થી 10 17.17 લાખ
11 થી 12 10.82 લાખ



