ડુપ્લિકેટ ચાવી દ્વારા કાર ચોરીના કેસો સતત વધી રહ્યાં છે
તસ્કરોએ થારમાં પેટ્રોલ પંપે ડીઝલ પુરાવ્યાના CCTV સામે આવ્યા
- Advertisement -
પોલીસે આસપાસના વિસ્તારના ઈઈઝટ ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ શરૂ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરમાં નોંધાયેલ Gj O12 FB 9003 નંબરની થાર કાર ચોરાઈ ગઈ હોવાનો મામલો બહાર આવ્યો છે. ચોરીનો આ કેસ સામાન્ય નથી, કારણ કે ગાડી ગાયબ કર્યા બાદ તસ્કરો સીધા ડેમ પાસે આવેલા ભારત પેટ્રોલ પંપ પર પહોંચ્યા અને નિર્ભયતાથી ડીઝલ પણ પુરાવ્યું.
માહિતી મુજબ, ચોરોએ ડુપ્લિકેટ ચાવી બનાવીને થાર ગાડી ચોરી કરી. સુરક્ષા સિસ્ટમ હોવા છતાં ચોરો તાળું તોડ્યા વિના ગાડી લઈ ફરાર થઈ ગયા. માલિકે આ ઘટનાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને સુરક્ષા સિસ્ટમની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કર્યા છે. પોલીસે ઘટનાની નોંધ લઈને તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારના તથા પેટ્રોલ પંપના CCTV ફૂટેજના આધારે તસ્કરોને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ ઘટના બાદ શહેરમાં વાહન ચોરીના નવા ટ્રેન્ડ અંગે ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને ડુપ્લિકેટ ચાવી દ્વારા ચોરીના કેસો વધી રહ્યાં છે, જેને કારણે વાહન માલિકોમાં સુરક્ષા અંગે ભય ફેલાયો છે.