વિદેશી દારૂ તથા બિયર ટીન 83 નંગ તથા બાઈક અને મોબાઇલ જપ્ત કરાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
સાયલા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે સુદામડા ગામે દશરથભાઈ ઉર્ફે દશો શામજીભાઈ કોળીના રહેણાક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ થતો હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસની ટીમ દ્વારા દરોડો કરી જુદા જુદા બ્રાન્ડના વિદેશી દારૂની બોટલ અને બિયર ટીન નંગ 83 કિંમત 49,580 રૂપિયાનો જપ્ત કરી સાથે જ એક બાઈક કિંમત 30 હજાર તથા એક મોબાઇલ કિંમત પાચ હજાર એમ કુલ 84,580 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી નાશી ગયેલ દશરથભાઈ ઉર્ફે દશો શામજીભાઈ કોળી તથા હાજર નહિ મળી આવેલ ભાભલુભાઈ સુરીંગભાઈ કાઠી દરબાર વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.