ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી પૂરતું વળતર આપવા માંગ કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાવરગ્રીડ કંપનીન કામ સને વિરોધ નોંધાવી રહ્યા છે ખાસ કરીને ઝાલાવાડ પંથકમાં ખેડૂતોને પૂરતું વળતર નહીં આપતા હોવાના આક્ષેપ સાથે અનેક વખત પાવર ગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચે માથાકુટ સર્જાઈ હતી. ત્યારે હાલ આ પાવર ગ્રીડ કંપનીનું કામ ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે ચાલતું હોય અને કોંઢ ગામના ખેડૂતોને પૂરતું વળતર નહીં આપી કામ શરૂ કરતા હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું. કોંઢ ગામના ખેડૂતો દ્વારા પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ ખેડૂતોની રજા વગર જ ખેતરમાં ઘૂસી જઈ દાદાગીરી કરી મોરબી જિલ્લાની તુલનાએ ખૂબ જ ઓછું વળતર આપતા હોવાનો આક્ષેપ કરાયો હતો જે અંગે કોંઢ ગામના ખેડૂતો એકત્ર થઈ ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીની કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા ખેડૂતોની માંગ કરી હતી કે તેઓને પૂરતું વળતર આપતા સિવાય વીજ પોલ અને વીજ વગરનું કામ શરૂ કરવામાં ન આવે અને છતાં જો કામ શરૂ કરશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.