સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત નવમાં વર્ષે ગણેશોત્સવનું આયોજન
ટ્રસ્ટ દ્વારા ગણેશ પંડાલનો રૂા. 50,00,000નો વીમો લેવામાં આવ્યો છે
શહેરની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રોજ સવારે આરતી કરાશે
31 ઓગસ્ટે મેગા બ્લડ ડૉનેશન કેમ્પ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર મધ્યે ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ ‘સર્વેશ્ર્વર ચોક’ છેલ્લા નવ વર્ષથી ‘સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન થાય છે. જેમાં આ વષે ગણેશ પંડાલ “રામ મંદિર” ઉપર આધારીત છે જે મેરલ ઈન્ડસ્ટ્રીઝ એલ.એલ.પી.ના અશ્વિનભાઈ પ્રજાપતી દ્વારા બનાવવામાં આવ્યુ છે તથા ગણપતિ મહોત્સવની થીમ ‘કોપર બેઝડ એન્ટીક થીમ ઓફ ટેમ્પલ’ આધારીત છે જે સમગ્ર ડીઝાઈન ખોડલધામ ઈવેન્ટના અશોકભાઈ લુણાગરીયા દ્વારા તૈયાર કરવામાં આવી છે.
‘સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા ગણપતિ મહોત્સવમાં દરરોજ સવારે 8-30 કલાકે મંગળા આરતી સાંજે 7-45 કલાકે મહાઆરતી તથા રાત્રે 12-00 કલાકે શયન આરતી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસાદ ઘર બનાવવામાં આવ્યું છે જેમાં દરરોજ તમામ ભાવીકોને પ્રસાદ આપવામાં આવશે. અહીં રોજ 30,000 થી 40,000 ભાવિકો દર્શનનો લાભ લ્યે છે તથા પોતાની માનતા પુરી કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ “સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા રૂા. 50,00,000નો વીમો લેવામાં આવ્યો છે. તા. 27-8-2025 ના રોજ સવારે ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરવામાં આવશે તથા રાત્રે 9-00 કલાકે સત્ય નારાયણ ભગવાનની કથા રાખવામાં આવી છે. તા. 31-08-2025 ના રોજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. તા. 01-09-2025 ના રોજ અનાથ બાળકોનો જમણવાર રાત્રે 8-00 કલાકે રાખવામાં આવ્યો છે. તા. 02-09-2025 ના રોજ વૃધ્ધાશ્રમની આરતી તથા જમણવાર રાત્રે 8-00 કલાકે
રાખેલ છે.
તા.04-09-2025 ના રોજ સાંજે 5-00 કલાકે અન્નકુટના દર્શન રાખ્યા છે. શહેરની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રોજ સવારે આરતી કરવામાં આવશે.