સેવા, સંગઠન અને સુરક્ષાના મંત્ર સાથે KPS કલબની ટીમ દ્વારા સતત પાંચમા વર્ષે આયોજન
11 દિવસીય ગણપતિ મહોત્સવમાં રોજ વિવિધ કાર્યક્રમો: 7:15 કલાકે મહાઆરતી યોજાશે: જંગલની થીમ સાથે વિશાળ મેદાનમાં ‘ઉમા કા લાલ’ ની આરાધના સાથે કાર્યક્રમોની વણઝાર
- Advertisement -
વિઘ્નહર્તાની ભક્તિ સાથે સામાજીક-સેવાકીય ક્ષેત્રે ફરજ બજાવવા હમેંશા અગ્રેસર ઊંઙજની ટીમ: રાજકોટમાં સૌ પ્રથમવાર ‘એક પેડ મા કે નામ’ અને ઓપરેશન સિંદૂર જેવી થીમ પર ડેકોરેશન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નવા રાજકોટના વિસ્તારોમાં સેવા, સંગઠન અને સુરક્ષાના મંત્ર સાથે વિવિધ સફળ પાટીદાર ઉદ્યોગપતિઓના નેજા હેઠળ કાર્યરત ઊંઙજ કલબ દ્રારા સતત પાંચમા વર્ષે ઉમા કા લાલ ’સ્પીડવેલ ચોક કા રાજા’ ગણપતિ મહોત્સવનું તા. 27 ઓગષ્ટ થી 6 સપ્ટેમ્બર દરમ્યાન જાજરમાન આયોજન કરાયુ છે.
સમગ્ર રાજકોટ શહેર ‘દુંદાળા દેવ’ ની આરાધના માટે થનગની રહયુ છે. વિવિધ સ્થળે ગણપતિ મહોત્સવના ભવ્યાતિભવ્ય આયોજન થઇ રહયા છે. ત્યારે અંબીકા ટાઉનશીપ વિસ્તાર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શ્રીનાથજી હવેલીની બાજુમાં ઊંઙજ કલબ દ્રારા આ વર્ષે ભવ્યાતી ભવ્ય ઉમા કા લાલ ‘સ્પીડવેલ ચોક કા રાજા’ ગણપતી મહોત્સવના આયોજનની વિગત આપતા ઊંઙજ કલબ ના ચેરમેન સંદિપભાઇ માકડીયા, વાઇસ ચેરમેન બિપીનભાઈ બેરા (કોર્પોરેટર વોર્ડ નં.8), નરેન્દ્રભાઇ ધેટીયા, એમ.ડી. પ્રફુલભાઈ કાથરોટીયા, સેક્રેટરી દિનેશભાઇ ચાપાણી, બોર્ડ ઓફ ડાયરેકટર જીજ્ઞેશભાઇ આદ્રોજા, વિજયભાઇ ડઢાણીયા, ડો. કલ્પેશભાઇ ઉકાણી, અતુલભાઇ ભુત, યોગેશભાઈ કાલરીયા અને રજનીભાઈ ગોલ એ જણાવ્યુ છે કે 27 ઓગષ્ટથી 6 સપ્ટેમ્બર દરમ્યાન યોજાનાર ગણપતિ મહોત્સવમાં દરરોજ સાંજે 7:15 કલાકે આરતી અને રાત્રે 9:00 કલાકે અનેકવિધ સાસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ગત વર્ષની માફક આ વર્ષે પણ ઊંઙજ કલબ દ્રારા પશ્ચિમ રાજકોટના વિકાસશીલ વિસ્તાર ગણાતા સ્પીડવેલ ચોક ખાતે વિશાળ મેદાનમાં પર્યાવરણ જાગૃતિના હેતુસર જંગલની થીમ, તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ તેમજ દેશભકિતને ઉજાગર કરતા અને ભારતીય જવાનોના શૌર્ય ને બિરદાવવા ઓપરેશન સિંદૂર થીમ અને સામાજીક સંદેશો આપતા સંપૂર્ણ સ્વદેશી વસ્તુઓ પર આધારીત વિશાળ પંડાલ માં પ્રથમવાર નવી રીતે નવા આયામ સાથે ઉમા કા લાલ સ્પીડવેલ ચોક કા રાજા ગણપતી મહોત્સવનું જાજરમાન આયોજન હાથ ધરાયુ છે.
- Advertisement -
11 દિવસસીય ઉમા કા લાલ ‘સ્પીડવેલ ચોક કા રાજા ગણપતી મહોત્સવમાં દરરોજ રાત્રે 9:00 કલાકે વિવિધ સાંસ્કૃતીક મનોરંજક પ્રોગામ, વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે તેમજ દરરોજ સાંજે 7:15 કલાકે દુદાંળાદેવ ની મહાઆરતી કરવામાં આવશે. જેમાં તા.ર7 ઓગ. ના રોજ શોભાયાત્રા અને ગણેશ સ્થાપના કરી સાંજે મહાઆરતી બાદ બાળકો માટે કલર કોમ્પીટીશન યોજાશે., તા. ર8 ના રોજ જામજોધપુરની ટીમ દ્રારા મા-બાપને ભુલશો નહી કાર્યક્રમ યોજાશે, તા. ર9 ના રોજ બાળકો માટે વેશભૂષા તથા બહેનો માટે ટેટુ -મેહંદી સ્પર્ધા યોજાશે. તા. 30 ના રોજ મયુર બુધ્ધદેવ ટીમ દ્રારા શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાશે, તા. 31 ના રોજ કલબ યુવી દ્રારા બહેનો માટે રાસ ગરબા યોજાશે. તા. 1 સપ્ટે. ના રોજ સાંઇરામ દવે નો હાસ્ય દરબાર યોજાશે. તા. 2 ના રોજ કાન ગોપી, તા. 3 ના રોજ ગુણવંત ચુડાસમાનો હસાયરો, તા. 4 ના રોજ ધર્મેશ મકાતી દ્રારા વ્રજલીલાનો કાર્યક્રમ, તા. 5 ના રોજ બહેનો માટે આરતી ડેકોરેશન, લાડુ અને રંગોળી સ્પર્ધા યોજાશે. તા. 6 સપ્ટેમ્બરના અંતિમ દિવસે સવારે 10 કલાકે ગણપતી મહોત્સવના સમાપન સાથે વિધ્ય વિનાયકનું વિસર્જન કાર્યક્રમ યોજાશે.
સ્પીડવેલ ચોક પર આવેલા ઉમા કા લાલ સ્પીડવેલ ચોક કા રાજા ગણપતી મહોત્સવ ખાતે KPS કલબ દ્રારા ગણપતી મહોત્સવમાં આકર્ષક ડેકોરેશન, રોશનીની સજાવટ, વિશાળ સમીયાણામાં ભાવિકો માટે બેઠક વ્યવસ્થા, બીગ સ્કીન ગોઠવવામાં આવી છે. માણેક જવેલર્સ, એન.જે. પેન્ટર્સ, મહેન્દ્ર જવેલર્સ તથા બાન લેબ મૌલેશભાઇ ઉકાણી સમગ્ર આયોજનમાં મુખ્ય સ્પોન્સર તરીકે સહયોગ પ્રાપ્ત થયો છે. KPS કલબ દ્રારા તા. ર7 ના રોજ સવારે 9:00 કલાકે ગોલ હાઇટસ્ થી સ્પીડવેલ ચોક સુધી પાટીદાર શ્રેષ્ઠીઓ અને ઉદ્યોગપતિઓની ઉપસ્થિતીમાં સામૈયા અને ડી.જે. ના સથવારે વિશાળ સંખ્યામાં ભાવિકો ને ગણપતિ સ્થાપનામાં ભાગ લેવા સમગ્ર રાજકોટની જનતાને ’દુંદાળા દેવ’ ના દર્શન કરવા પધારવા નિમંત્રણ પાઠવે છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા KPS કલબ ના ચેરમેન સંદિપભાઇ માકડીયા, વાઇસ ચેરમેન બિપીનભાઈ બેરા, નરેન્દ્રભાઈ ધેટીયા, એમ.ડી. પ્રફુલભાઈ કાથરોટીયા, સેક્રેટરી દિનેશભાઈ ચાપાણી, બોર્ડ ઓફ ડાયરેકટર જીજ્ઞેશભાઇ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા, ડો. કલ્પેશભાઈ ઉકાણી, અતુલભાઇ ભુત, યોગેશભાઇ કાલરીયા અને રજનીભાઈ ગોલ ના માર્ગદર્શન હેઠળ 12પ કાર્યકરો ની ટીમ જહેમત ઉઠાવી રહી છે.પટેલ- મો. 93749 10121 (ભવ્ય કોમ્યુનિકેશન – રાજકોટ)