ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેરમાં આવેલ લુહાર સુથાર બોર્ડિંગ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ડો. પ્રવિણભાઈ તોગડિયાના અધ્યક્ષતામાં યોજાઈ હતી. સૌપ્રથમ દિપ પ્રાગટય કરીને કાર્યક્રમને શરૂ કરાયો હતો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાજુલા તાલુકા પ્રમુખ અજયભાઈ વાળા દ્વારા ડો. પ્રવિણભાઈ તોગડિયાનું ફુલહાર પહેરાવી સન્માન કર્યું હતું. આ મિટિંગમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સંગઠનને વધુ મજબૂત બનાવા અને સંગઠનને લઈ આગેવાનો-કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ રાજુલા તાલુકા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ અજયભાઈ વાળાના નિવાસ સ્થાને પણ પ્રવીણભાઈ તોગડીયા પધાર્યા હતાં. આ મીટીંગ અંતર્ગત વેપારીઓ, ડોક્ટર્સ, ભાજપના આગેવાનો તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ટીમના આગેવાનોનું ભગવાન શ્રીરામ ની પ્રતિમાં આપી સન્માનિત કરાયા હતાં. આ તકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડો. પ્રવિણભાઈ તોગડિયા, રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ નિર્મળસિંહ ખુમાણ, ડો. ગજેરા, બી.એસ.પી.એસ સ્વામિનારાયણ મંદિરના યોગીપુરુષદાશ કોઠારી સ્વામી, મનુભાઈ ધાખડા(વડલી), જે.બી.ભાઈ લાખણોત્રા, જીગ્નેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ધાખડા, ડો. ખુમાણ સાહેબ, ઘનશ્યામભાઈ લાખણોત્રા, સાગરભાઈ સરવૈયા, અક્ષયભાઈ ધાખડા, રાજેશભાઈ ઝાંખરા, યુવરાજભાઈ ચાંદુ, ચિરાગ બી. જોષી સહિત આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો- કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.



