દેશી દારૂ 400 લીટર અને કાર સહીત 5.80 લાખનો મુદામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ વાંકાનેર
વાંકાનેર બાઉન્ડ્રીથી કોઠી ગામના બસ સ્ટેન્ડ વાળા રોડ પરથી પોલીસે સ્વીફ્ટ ડીઝાયર કારમાં 400 લીટર દેશી દારૂની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને 5.80 લાખનો મુદામાલ કબજે લીધો છે અન્ય બે ઇસમોના નામો ખુલતા વધુ તપાસ ચલાવી છે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ આવતા નેશનલ હાઈવે રોડ પર કોઠી ગામના બસ સ્ટેન્ડ પાસે બ્લુ કલરની સ્વીફ્ટ ડીજાયર કાર જીજે 08 ડીજી 4303 વાળીની તલાશી લેતા કારમાંથી 400 લીટર દેશી દારૂ કીમત રૂ 80 હજારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દેશી દારૂ અને 5 લાખની કાર સહીત કુલ રૂ 5.80 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે કારમાં સવાર આરોપી વિપુલ મુકેશ વરાણીયા અને બરકતશા અલીશા શાહમદાર રહે બંને મોરબી વાળાને ઝડપી લીધા છે દારૂનો જથ્થો મંગાવનાર આરોપી મનુભાઈ દોલુભાઇ રહે મોરબી અને દારૂનો જથ્થો મોકલનાર વિકાસભાઈ રહે ડાકવડલા તા. ચોટીલા એમ બે આરોપીના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે.