રાજકોટમાં 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. જે અંતર્ગત આજે મેગા-હેલ્મેટ રેલી યોજાઇ હતી. હેલ્મેટ પહરો-સુરક્ષિત રહો! ના નારા સાથે આજે શુક્રવારે સવારે 9:30 વાગ્યે રેલી નીકળી હતી. રેલીની શરૂઆત પોલીસ હેડ ક્વાર્ટર, રેસકોર્સ રીંગ રોડ, રાજકોટ ખાતેથી થઇ હતી. જે રેલી ગઈઈ ચોક, કિસાનપરા ચોક, કોટેચા ચોક, પોલીસ હેડ કવાર્ટર, યુનિવર્સિટી રોડ, ઇન્દિરા સર્કલ, રૈયા ચોકડી, હનુમાન મઢી, આમ્રપાલી અંડરબ્રીજ, કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, બહુમાળી ભવન, પોલીસ હેડ કવાર્ટર સુધી યોજાઇ હતી. બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.
Follow US
Find US on Social Medias



