ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારત-તિબ્બત સંઘના તિબેટીયન નાડી વૈદ્યના કેમ્પ ડાયરેકટર રાજેશભાઈ જે. ભાતેલીયાના સફળ નેતૃત્વમાં મેન ત્સે ખાંગ અમદાવાદના તિબેટીયન નાડી વૈદ્યનો 15મો નિદાન કેમ્પ તા. 14 સપ્ટેમ્બર ને રવિવારે 9-00થી 1-00 અને બપોરના 2-00થી 4-00 સુધી ભારત સેવક સમાજ, બાલભવન ગેઈટ નં. 5ની બાજુમાં, સુલભ શૌચાલય સામે, નહેરુ ઉદ્યાન, રેસકોર્સ, રાજકોટ ખાતે જૂના દર્દીઓ માટે રાખવામાં આવેલો છે. કેમ્પમાં ડાયાબિટીસ, હૃદય, શ્ર્વાસના રોગ, કિડની, કરોડરજ્જુ, મણકાની તકલીફ, ફેટીલીવર, પથરી, આર્થરાઈટીસ, માઈગ્રેન, સાયનસ, માસિક ધર્મ, નપુંસકતા, ન્યુરોલોજિકલ ડીસઓર્ડર, હોર્મોનલ ડીસઓર્ડર, સંતાન પ્રાપ્તિ સંબંધિત સમસ્યાઓ, માનસિક રોગ અને તમામ પ્રકારના કેન્સરથી પીડાતા દર્દીઓને કેમ્પનો લાભ લેવા રાજેશ જે. ભાતેલીયાએ અનુરોધ કર્યો છે.



