રાજેશને 2 હજાર ઑનલાઈન ટ્રાન્સફર કરનાર મિત્રનું પોલીસે નિવેદન નોંધ્યું
રાજકોટ એસઓજી ખાતે એક મહિલા અને ચાર પુરુષની સઘન પૂછપરછ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દિલ્હીનાં ઈખ રેખા ગુપ્તા પર હુમલાના કેસમાં હુમલાખોર રાજેશ સાકરિયા 5 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. ગઈકાલ રાતથી દિલ્હી પોલીસની ટીમ રાજકોટ પહોંચી તપાસ કરી રહી હતી આજે વહેલી સવારથી જઘૠ ઓફિસ ખાતે 5 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે જેમાંથી આરોપી રાજેશ સાકરિયાને 2 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરનાર રિક્ષાચાલકને દિલ્હી પોલીસ નિવેદન નોંધવા દિલ્હી લઈ ગઈ છે. આ સાથે રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલા આરોપી રાજેશ સાકરિયાના બચાવમાં આવ્યા છે તેમણે કહ્યું છે કે આરોપી માનસિક અપસેટ લાગે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હુમલાખોર રાજેશ સાકરિયાનો પહેલા ધરણાં પર બેસવાનો પ્લાન હતો, પછી તેણે હુમલો કર્યો હતો. તે હુમલો કરવા માટે 17 ઓગસ્ટે રાજકોટથી નીકળી પહેલા અમદાવાદ અને ત્યાંથી ટ્રેનમાં બેસી ઉજ્જૈન પહોંચ્યો હતો, જ્યાં તેણે મહાકાલના દર્શન કરી ત્યાંથી ટ્રેનમાં બેસી દિલ્હી પહોંચ્યો હતો. ત્યાં તેણે દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કર્યો હતો દિલ્હી પોલીસે રાજકોટમાં પાંચ લોકોની પૂછપરછ કરી હતી. જેમાં એક મહિલા અને ચાર પુરુષનો સમાવેશ થાય છે. પાંચેય લોકોની અલગ અલગ મુદ્દા ઉપર પૂછપરછ કરવામાં આવી રહી છે જે લોકોની પૂછપરછ કરી છે તે પૈકી એક વ્યક્તિને દિલ્હી પોલીસ અમદાવાદથી દિલ્લી ફ્લાઈટમાં લઇ જશે દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલાની ઘટનાને લઇ રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, મને એવું લાગે છે કે એ વિવાદમાં જે પ્રકારની માહિતી આવી છે. એમાં એ વ્યક્તિ માનસિક રીતે અપસેટ હોય તેવું પ્રથમ દૃષ્ટિએ ધ્યાનમાં આવે છે. એટલે મારી દૃષ્ટિએ વ્યક્તિગત દોષમાં લઈ અને આવું થાય એ યોગ્ય નથી, માણસનું વ્યક્તિત્વ જે પ્રમાણે સામે આવ્યું છે તેમાં કંઇ કહેવા જેવું નથી.