પર્યુષણ પર્વમાં જૈન લોકો આઠ દિવસ સુધી સાધુ જેવું જીવન જીવી કઠોર ઉપાસના કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જૈન સમાજના પવિત્ર તહેવાર પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થઇ ગયો છે. ત્યારે તમામ જૈન દેરાસરોમાં દસ દિવસ સુધી ભક્તિસભર કાર્યક્રમો યોજાશે. જાગનાથમાં આવેલા મહાવીર સ્વામી જિનાલયમાં જૈન સમાજ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. તમામ લોકો ભગવાન મહાવીર સ્વામીની ભક્તિમાં એકાકાર બની જશે. જૈનો પર્યુષણ પર્વમાં આકરી તપસ્યા અને કઠોર ઉપવાસ કરશે.
જૈન દેરાસરો પર્યુષણ પર્વમાં એકદમ ભક્તિમય બની જશે. આ જૈન દેરાસરોમાં જુદા જુદા ભક્તિસભર કાર્યક્રમો થશે. તેમજ જૈન બોર્ડિંગમાં આઠેય દિવસ પ્રતિક્રમણનું આયોજન કરવામાં આવ્યું છે. પર્યુષણ પર્વથી ઘણા બધા લોકો આઠ દિવસ સુધી સાધુ જેવું જીવન જીવી કઠોર ઉપાસના કરશે. આ ઉપરાંત ભગવાન મહાવીર સ્વામીને દરરોજ જુદાજુદા આંગી એટલે શણગાર કરવામાં આવશે.
કલ્પસૂત્ર વાંચન, મહાવીર જન્મ વાંચન એટલે ભગવાન મહાવીર સ્વામીના માતા ત્રિશાલા માતાને આવેલા 14 સ્વપ્નનું વાંચન, સંવત્સરી અને પારણા બાદ શોભાયાત્રા કાઢવામાં આવશે. જૈન શ્રાાવકો, શ્રાાવિકાઓ, મુમુક્ષુઓ સવાર- સાંજે પ્રતિક્રમણ અને ભગવાનની પૂજા યોજાશે. તો મુમુક્ષુઓ ઉપવાસ, આયંબિલ, એકાસણું, અઠ્ઠાઇ, ક્ષીરસમુદ્ર તપ, 16 ઉપવાસ, માસક્ષમણ જેવી તપસ્યા થશે.તો જિનાલયોમાં પર્વના 8 દિવસ દરમિયાન સ્તવન સંધ્યા અને અવનવી આંગીના દર્શન થશે. જ્યારે પર્વના ચોથા દિવસથી મહાગ્રંથ કલ્પસૂત્રનું વાંચન થશે.



