શ્રી ભવસુખ શિલુના “ઋગ્વેદ કઈ લિપિમાં લખાયેલો સંદર્ભગ્રંથનુ વિમોચન: વિદ્યાવાચસ્પતિ ડો. મહાદેવપ્રસાદ મહેતાનું વેદોની ઉદ્દઘોષણા વિષય પર જ્ઞાનસત્ર
આર્ષ વિદ્યા મંદિર રાજકોટના ડો. પરમાત્માનંદ સરસ્વતીજીનું અધ્યક્ષીય અભિભાષણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે શ્રાવણ વદ અમાસને શનિવારે સવારે 10 કલાકે શ્રી ભવસુખ શિલુના “ઋગ્વેદ કઈ લિપિમાં લખાયેલો સંદર્ભગ્રંથનુ વિમોચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. શિક્ષણ અને આરોગ્ય સેવાઓ દ્વારા પ્રતિષ્ઠા પ્રાપ્ત વિશ્વામિત્ર ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે રાજકોટના આંગણે વૈદિક જ્ઞાનસત્રનું અનેરુ આયોજન કરવામાં આવ્યું છે. 11 ઋત્વિજો વેદોની ઋચાઓના ગાન સાથે દિપ પ્રજ્જવલિત કરાવશે. જ્યારે રાજકોટ આર્ષ વિદ્યા મંદિરના ડો.પરમાત્માનંદ સરસ્વતીજી અધ્યક્ષીય અભિભાષણ દ્વારા લોકોને પ્રેરીત કરશે. પૂજય ડો. પરમાત્માનંદ સરસ્વતીજી આજ સુધી હિન્દુ મંદિરોના વહીવટ અંગે, સંતુબંધ રામેશ્વરની સુરક્ષા માટે, બળજબરીથી થતા ધર્મ પરિવર્તન સામે હિન્દુ આચાર્ય સભાના માધ્યમથી રાષ્ટ્રીય આંદોલન ચલાવી રહ્યા છે. હજારો વર્ષો સુધી શ્રુતિ સ્વરૂપે સંચવાયેલા વેદની ભાષા વૈદિક સંસ્કૃત જ હતી એમાં કોઇ શંકા નથી પરંતુ ઈ.પૂ. 1200 થી 1700 વર્ષ પહેલા ઋગ્વેદની ગ્રંથ તરીકે રચના કરવામાં આવી ત્યારે ભાષાનું વાહન એટલે કે લિપિ ફોનેશિયન લિપિમાં લખાયેલો. વિશ્વભરની લિપિઓ અને ઇતિહાસના 12 વર્ષના અધ્યયન બાદ શ્રી ભવસુખ શિલુએ આ ગ્રંથની તથ્યોના આધારે રચના કરી છે. આ કાર્યક્રમમાં વિદ્યાવાચસ્પતિ યુવાન પુરાણવકતા ડો. મહાદેવપ્રસાદ મહેતા જ્ઞાનસભર વાણીથી વેદોની ઉદ્દઘોષણા કરશે. સમાજ માટે રાષ્ટ્ર માટે તથા વિશ્વ કલ્યાણ માટે જ પ્રતિપાદન થઇ છે. તે સરળ ભાષામાં સમજાવશે. ડો. મહાદેવપ્રસાદ મહેતા એક યુવાન જયોતિર્ધર, વિદ્યાવાચસ્પતિ પુરાણો અને વેદોની વાતો સમજાવવા ભારત ભ્રમણ કરી રહયા છે. સૌરાષ્ટ્ર ગુજરાત અને ઉત્તર ભારતમાં તેમનો આ જ્ઞાનયજ્ઞ નિરંતર ચાલી રહ્યો છે. તેઓ પોતાની કથામાં આહવાન કરે છે કે, આ પ્રકારની ધર્મસભાઓ, ભાગવત સપ્તાહ, શિવ પુરાણ ઉત્તર પૂર્વના રાજયોમાં થવા જોઇએ કે જયાં હજુ સુધી વેદોની વાત પહોંચી નથી. જયાં ’શિવ અને જીવ’ ની વાતો કોઈ એ સંભળાવી નથી કે કોઇ એ સાંભળી પણ નથી. વિશ્વામિત્ર ટ્રસ્ટ આયોજીત સારસ્વત સમારંભમાં પધારવા ટ્રસ્ટના આયોજકો ડો. એન. ડી. શીલુ, તેજસ પંડયા, ડો. પ્રકાશ મોઢા, અશોકભાઈ ધનવાણી, ગીરીશભાઇ ગોરીયા, ડો. તત્સકુમાર જોશી, વિજય પુરોહિત હાર્દિક નિમંત્રણ પાઠવે છે.
ઋગ્વેદ કઇ લિપિમાં લખાયેલો રચનાકાર વિષે
શ્રી ભવસુખ શિલુ 76 વર્ષની ઉમરે હજુ સ્વસ્થ મનથી લેખન સંશોધન યુવાન જેવી સ્ફુર્તિથી કરે છે. આધુનિક લેખન ડિજિટલ પધ્ધતિનો ઉપયોગ પણ એટલી જ સહજતાથી કરે છે. હિન્દુ ધર્મ, જૈન ધર્મ કે બૌધ્ધ ધર્મના પુસ્તકોની ડિજિટલ કોપી આપને ત્વરીત મોકલી શકે એવી અનુક્રમણિકાવાળી ડિજિટલ લાયબ્રેરી એમની પાસે છે. આર.ટી.ઓ. ઇન્સ્પેકટરની પોસ્ટ પર 20 વર્ષની નોકરી બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી હતી. તેમનું પ્રથમ પુસ્તક પરમ તેજે’ 2005માં પ્રકાશન થયુ. બીજુ પુસ્તક સિન્ધુ-હિન્દુ અને સિંધુ સભ્યતા” એક અલગ દ્રષ્ટિકોણની રચના 2014માં કરી જેને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સંશોધન, ભાષા-વ્યાકરણ વિભાગમાં વર્ષ 2014માં શ્રેષ્ઠ પુસ્તકનું પારિતોષક આપવામાં આવ્યું.



