કેટલુંક બાંધકામ અન્ય માલિકી પ્લોટ પર હોવાથી હેતુફેર કરવા માટે ભારે માથાકુટ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ વિસ્તારમાં આવેલ ભગવત સોસાયટી ખાતે રહેણાક હેતુના પ્લોટ પર કોમેશિયલ બાંધકામ કરી સરકારી તિજોરીને નુકશાન પહોંચે તે પ્રકારનું કાર્ય થયું છે જેમાં રહેણાક હેતુના પ્લોટ પર પાર્ટી પ્લોટ ઊભો કરી બાંધકામ પૂર્ણ કરી નાખવામાં આવ્યું હતું એક તરફ આ પાર્ટી પ્લોટના બાંધકામમાં જ્યાં રસોડું બનાવ્યું હતું તેમાં પણ નગરપાલિકા ખાતે રહેણાક મકાન બનાવવા માટેની મંજૂરી લીધી છે અને ખરેખર સ્થળ પર અહીં પાર્ટી પ્લોટની રસોડું ઊભું કરાયું છે આ તરફ “ખાસ ખબર” અહેવાલ બાદ નગરપાલિકા દ્વારા આ પ્રકારનું અનધિકૃત બાંધકામ અંગે પુરાવા માંગી નોટિસ ફટકારતા રહેણાક પ્લોટ પર કોમર્શિયલ બાંધકામ કરેલ પ્લોટના માલિક મનસુખભાઈ પટેલ દ્વારા પ્લોટને હેતુફેર કરવા માટે ધમપછાડા કર્યા હતા જેમાં એક કર્મચારી સાથે પણ બંધ બારણે મિટિંગ કરી બાંધકામ ઉભુ છતાં વહીવટથી રહેણાક હેતુ પ્લોટને કોમેશિયલ પ્લોટમાં ફેરવવા માટેની વાતચીત કરી હતી. પરંતુ જે પ્રકારે પાર્ટી પ્લોટની બાંધકામ થયું તે પ્લોટ સાથે બાજુમાં આવેલા નિવૃત પીએસઆઇના પ્લોટમાં પણ અડધો અડધ બાંધકામ કરી નાખ્યું હોવાથી હવે નિવૃત પીએસઆઇની મનાવવા માટે અને તેઓનો પ્લોટ ખરીદવા માટેની મથામણ શરૂ કરી હતી. જોકે હાલ સોદો અહીં અટકેલો હોવાની વિગત છે પરંતુ જ્યારે નગરપાલિકાનું દબાણ વધે તે પૂર્વે જ પાર્ટી પ્લોટની અનઅધિકૃત બાંધકામ કરેલ મનસુખભાઇ પટેલ દ્વારા તંત્રને અવળે રવાડે ચડાવવા માટે દંડ ભરપાઈ સાથે પ્લોટ હેતુફેર કરી કોમર્શિયલ પ્લોટનો હુકમ મળી ગયો હોવાનું જાહેર કરી દીધું હતું. જોકે ખરેખર હેતુફેર કર્યા વગર જ હજુય બાંધકામ પૂર્ણ કરવા માટે આ તમામ કરતૂતો અપનાવી આગની સીઝનમાં એડવાન્સ બુકિંગ માટે પાર્ટી પ્લોટની કોઈપણ કાળે તૈયાર કરી ભાડે આપવાનો મનસૂબો પર પડવાનો હોય તેવું સ્પષ્ટ નજરે પડે છે. તેવામાં હવે જોવાનું રહે છે કે તંત્ર ઢીલીનીટીના લીધે રહેણાક હેતુ છતાં કોમર્શિયલ બાંધકામ કરેલ પ્લોટ માલિક પર કાર્યવાહી થાય છે કે પછી રેવન્યુના આ સરકારી નિયમો માત્ર સામાન્ય અને ગરીબ લોકો માટે જ બન્યા છે?