લાબુબુ ડોલ વિશે પ્રવર્તતી માન્યતા અંગે ડો.યોગેશ જોગસણનું એનાલિસિસ
કલાકારની કાલ્પનિક પાત્ર લાબુબુ ડોલ વિશે ફેલાયેલી ભ્રામકતા પાછળ અનેક મનોવૈજ્ઞાનિક કારણો
માનવ મન અજાણી અને વિચિત્ર વસ્તુઓ પ્રત્યે શંકાશીલ હોય છે તેથી મન અજાણ્યા ડરને જન્મ આપે છે જે તર્કહીન અને નકારાત્મક વાર્તાઓ બનાવે છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાઇકોલોજી ભવનના પ્રોફેસર ડો.યોગેશ જોગસણ અને ડો. ધારા દોશીએ વિશ્લેષણ કર્યું. તેમણે કહ્યું કે, લાબુબુ ડોલનો દેખાવ પરંપરાગત ઢીંગલીઓ કરતાં અલગ છે. તેનો અનોખો ચહેરો, લાંબા કાન અને વિચિત્ર સ્મિત કેટલાક લોકો માટે અજાણ્યું અને વિચિત્ર લાગે છે. આ અજાણ્યાપણાને કારણે, લોકો તેને નકારાત્મક દૃષ્ટિએ જુએ છે, તેના વિશે ખોટી વાતો ફેલાવે છે. જ્યારે કોઈ એક વ્યક્તિ લાબુબુ ડોલ વિશે નકારાત્મક ટિપ્પણી કરે છે, ત્યારે અન્ય લોકો પણ તેને અનુસરે છે. માનવ મન અજાણી અને નવી વસ્તુઓ પ્રત્યે કુદરતી રીતે શંકાશીલ હોય છે. આ ડોલનો દેખાવ પરંપરાગત ઢીંગલીઓ કરતાં અલગ છે. તેનો અનોખો ચહેરો, લાંબા કાન અને વિચિત્ર સ્મિત કેટલાક લોકો માટે અજાણ્યું અને વિચિત્ર લાગે છે. આ અજાણ્યાપણાને કારણે, લોકો તેને નકારાત્મક દ્રષ્ટિએ જુએ છે અને તેના વિશે ખોટી વાતો ફેલાવે છે. જ્યાં વ્યક્તિ જૂથના મંતવ્યો સાથે સહમત થવા માટે પોતાના મંતવ્યો બદલે છે. જ્યારે અન્ય લોકો માટે તે ડરામણો કે વિચિત્ર હોય છે. આ વ્યક્તિગત પસંદગીના કારણે, જે લોકોને આ ડોલ ગમતી નથી તેઓ તેના વિશે નકારાત્મક અભિપ્રાય આપે છે. આ અભિપ્રાયો ઘણીવાર વ્યક્તિગત પસંદગી કરતાં વધુ ફેલાય છે.
લાબુબુ ડોલ શું છે?
લાબુબુ ડોલ એટલી ટ્રેન્ડી છે કે તેની કિંમત લાખો રૂપિયા સુધી પહોંચી ગઈ છે. લોકો તેનો ઉપયોગ ચાવીની વીંટીઓથી લઈને બેગ સુધી કીચેન તરીકે કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ડોલ એક કાલ્પનિક પાત્ર છે. જેને વર્ષ 2015માં બનાવવામાં આવી હતી. હોંગકોંગના કલાકાર ‘કાસિંગ લંગ’ દ્વારા તેને બનાવવામાં આવી હતી. તેનો દેખાવ જેટલો પણ ડરામણો છે તેટલી જ તેને સુંદર અને સ્ટાઇલિશ માનવામાં આવે છે. તેજ તેની મોટી ખાસિયત છે.
- Advertisement -
લાબુબુ ડોલની આટલા કરોડ કિંમત છે !
લોકો તેને ‘લકી ડ્રો’ ની જેમ ખરીદી રહ્યા છે. વર્ષ 2019માં કંપનીએ તેને ‘બ્લાઇન્ડ બોક્સ’ ફોર્મેટમાં વેચવાનું શરૂ કર્યું હતું. એટલે કે, તે બોક્સમાં વેચાય છે પરંતુ બોક્સની અંદર કઈ ઢીંગલી બહાર આવશે તે ખબર હોતી નથી. લોકોને લાબુબુ ન મળે ત્યાં સુધી તેઓ આ બ્લાઇન્ડ બોક્સ વારંવાર ખરીદતા રહે છે. આવી રીતે ઢીંગલીની લોકપ્રિયતા ધીમે ધીમે એટલી વધી ગઈ હતી. બેઇજિંગમાં 131 સેમી લાંબી લાબુબુ ઢીંગલી 1.08 મિલિયન યુઆન એટલે કે લગભગ 1.2 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. એટલું જ નહીં, તેના નાના વર્ઝન પણ લાખોમાં વેચાઈ રહ્યા છે.
ફેલાતી અંધશ્રદ્ધા પાછળના મનોવૈજ્ઞાનિક કારણો
1. અજાણ્યાનો ડર અને નવીનતા પ્રત્યે પ્રતિકાર
માનવ મન અજાણી અને વિચિત્ર વસ્તુઓ પ્રત્યે કુદરતી રીતે શંકાશીલ હોય છે. લાબુબુ ડોલના મોટા દાંત અને વિચિત્ર સ્મિત કેટલાક લોકોને અસામાન્ય અને ભયજનક લાગે છે.
2. સામાજિક માનસશાસ્ત્ર અને જૂથવાદ
કોઈપણ વસ્તુ વિશેના મંતવ્યો ઘણીવાર આપણા સામાજિક જૂથ દ્વારા પ્રભાવિત થાય છે. જ્યારે કોઈ એક વ્યક્તિ લાબુબુ ડોલ વિશે નકારાત્મક ટિપ્પણી કરે છે, ત્યારે અન્ય લોકો પણ તેને અનુસરે છે. જેના પરિણામે ખોટી માહિતી ઝડપથી વાયરલ થાય છે.
3. કલા અને સૌંદર્યની વ્યક્તિગત સમજ
દરેક વ્યક્તિની સૌંદર્ય અને કલાની વ્યાખ્યા અલગ હોય છે. આ ડોલનો દેખાવ કેટલાક લોકો માટે આકર્ષક હોય છે, જ્યારે અન્ય લોકો માટે તે ડરામણો કે વિચિત્ર હોય છે. આ વ્યક્તિગત પસંદગીના કારણે, જે લોકોને આ ડોલ ગમતી નથી તેઓ તેના વિશે નકારાત્મક અભિપ્રાય આપે છે.
4. અંધશ્રદ્ધા અને માન્યતાઓનું પ્રસારણ
સોશિયલ મીડિયા પર આ ડોલ વિશે કેટલીક અંધશ્રદ્ધાળુ વાતો ફેલાઈ છે, જેમ કે તે દુર્ભાગ્ય લાવે છે અથવા તેના કારણે કોઈને નુકસાન થયું છે. આ પ્રકારની વાતો ઘણીવાર હકીકત વગર ફેલાય છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે.
5. કથાત્મક માનસશાસ્ત્ર (ગફિફિશિંદય ઙતુભવજ્ઞહજ્ઞલુ)
મનુષ્ય વાર્તાઓ અને કથાઓ દ્વારા વસ્તુઓને યાદ રાખવાનું અને સમજવાનું પસંદ કરે છે. ડોલ વિશે ફેલાતી અંધશ્રદ્ધા ઘણીવાર એક વાર્તાના રૂપમાં રજૂ થાય છે – “એક વ્યક્તિએ આ ડોલ ખરીદી અને પછી તેની સાથે આ ખરાબ ઘટના બની.” આવી વાર્તાઓ લોકોને સરળતાથી પ્રભાવિત કરે છે



