NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને બુધવારે પીએમ મોદી અને અન્ય NDA નેતાઓની હાજરીમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાનું નામાંકન દાખલ કર્યું.
NDAના ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત એનડીએ સહિત અન્ય સાંસદો તેમની સાથે ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા. ઉમેદવારી નોંધાવતી વખતે PM મોદી તેમના પહેલા પ્રસ્તાવક બન્યા હતા. કેન્દ્ર સરકારના એનડીએ ગઠબંધને રવિવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. આ જાહેરાત ભાજપ સંસદીય બોર્ડની બેઠક બાદ કરવામાં આવી હતી. આ નિર્ણય એનડીએના સહયોગી પક્ષોના સમર્થન બાદ લેવામાં આવ્યો હતો.
- Advertisement -
કોણ છે સીપી રાધાકૃષ્ણન?
વિપક્ષના ઉમેદવાર આવતીકાલે નોંધાવશે ઉમેદવારી
વિપક્ષ I.N.D.I.A ગઠબંધને ગઈકાલે ઉપરાષ્ટ્રપતિ પદ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડીનું નામ જાહેર કર્યું છે. તેઓ આવતીકાલે 21 ઓગસ્ટના રોજ ઉમેદવારી નોંધાવશે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. જેના પરિણામ પણ તે જ દિવસે જાહેર કરાશે.
- Advertisement -
સંસદ ભવનમાં કોણ કોણ હાજર હતું?
સીપી રાધાકૃષ્ણન અને પીએમ મોદી સાથે સંસદ ભવનમાં હાજર રહેલા લોકોમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને એનડીએના અનેક વરિષ્ઠ સાથી પક્ષો અને કેન્દ્રીય મંત્રીઓ શામેલ હતા. આમાં જનતા દળ યુનાઇટેડના લાલન સિંહ, જનતા દળ સેક્યુલરના એચડી કુમારસ્વામી, એઆઈએડીએમકેના એમ થંબી દુરાઈ, હિન્દુસ્તાની અવમ મોરચાના જીતન રામ માંઝી, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના ચિરાગ પાસવાન, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રફુલ્લ પટેલ અને આસોમ ગણ પરિષદના બિરેન્દ્ર પ્રસાદ વૈશ્યનો સમાવેશ થાય છે.




