સ્થળ પર હાજર પોલીસે તેને બહાર કાઢ્યો, કોંગ્રેસ નેતાએ તેના હાલચાલ પૂછ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
નવાદામાં ’વોટર અધિકાર યાત્રા’ દરમિયાન, સુરક્ષા માટે તહેનાત એક પોલીસકર્મી રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની ગાડી નીચે આવી ગયો હતો. ત્યાં હાજર અન્ય સુરક્ષાકર્મીઓએ પોલીસકર્મીને બહાર કાઢ્યો. રાહુલ ગાંધીએ પણ તેના હાલચાલ પુછ્યા હતા.
- Advertisement -
આ દરમિયાન તેજસ્વીએ કહ્યું, ’આગામી લોકસભા ચૂંટણીમાં તમારે મહાગઠબંધન સરકાર બનાવવી જોઈએ અને રાહુલ ગાંધીને દેશના આગામી વડાપ્રધાન બનાવો.’ બિહારમાં ’વોટર અધિકાર યાત્રા’ના ત્રીજા દિવસે, રાહુલ ગાંધી ગયાજીથી નવાદા પહોંચ્યા. વોટર અધિકાર યાત્રા દરમિયાન ભાજપના નેતાઓ ’રાહુલ ગાંધી મુર્દાબાદ’ના નારા લગાવી રહ્યા હતા. રાહુલે ગાડી રોકી અને તેમને થમ્બ્સ-અપ કર્યુ, પછી રાહુલે ભાજપના નેતાઓને ફ્લાઇંગ કિસ આપી હતી.
આ પહેલા, કાફલો અચાનક વઝીરગંજ બ્લોકમાં અટકી ગયો અને રાહુલ-તેજસ્વી મુખ્ય માર્ગથી 500 મીટર અંદર મનૈની ગામમાં પહોંચ્યા. અહીં તેઓ દેવી મંદિરમાં લોકોને મળ્યા. તેમણે તેમના હાલચાલ વિશે પૂછપરછ કરી અને તેમની સમસ્યાઓ વિશે પૂછ્યું હતું. તેમજ લોકોને બંધારણ અને મતદાન અધિકારોના રક્ષણ વિશે જાગૃત કર્યા હતા. રાહુલ અહીં અડધા કલાકથી વધુ સમય રોકાયા હતા. આ દરમિયાન કાર્યકરો તેમને જોવા માટે જેસીબી પર ચઢી ગયા હતા. જઈંછ, સરળ શબ્દોમાં કહીએ તો, રાહુલ ગાંધી વોટર લિસ્ટ રિવિઝન વિરુદ્ધ ’વોટર અધિકાર યાત્રા’ના ત્રીજા દિવસે નવાદા પહોંચી હતી. રાહુલ-તેજસ્વીનો કાફલો સવારે લગભગ 8:30 વાગ્યે રસલપુરથી નીકળ્યો અને વઝીરગંજ બ્લોક થઈને નવાદા બોર્ડર (તુંગી)માં એન્ટ્રી કરી હતી.
આ પછી, કાફલો સવારે 9 વાગ્યે બસ સ્ટેન્ડથી નીકળી અને સકરા મોડ-ખાનપુર-મહુલી-પોલીસ લાઇન-સદભાવના ચોક જીવન હોસ્પિટલ, જૂના રાજૌલી બસ સ્ટેન્ડ-લાલ ચોક-પ્રજાતંત્ર ચોક-આંબેડકર પાર્ક થઈને ભગતસિંહ ચોક પહોંચી અને જનતા સાથે વાતચીત કરી. અહીં, રસલપુરમાં, કેટલીક મહિલાઓ પૂજાની થાળી, વાસણમાં પાણી અને નારિયેળ લઈને રાહુલ ગાંધીનું સ્વાગત કરવા પહોંચી, પરંતુ તેઓ રાહ જોતા રહ્યા. રાહુલનો કાફલો નવાદા જવા નીકળી ગયો હતો.