નેહરુએ પહેલા દેશના અને પછી પાણીના ભાગલા પાડ્યા: PM મોદી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
DNA સંસદીય દળની બેઠક મંગળવારે દિલ્હીમાં સંસદીય પુસ્તકાલય ભવન (PLB)ના GMC બાલયોગી ઓડિટોરિયમમાં મળી. પીએમ મોદી પણ બેઠકમાં હાજર રહ્યા છે. મોદીએ બેઠકમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનને અભિનંદન આપ્યા અને તેમનું સન્માન કર્યું હતું. આ બેઠક સવારે 9.30 વાગ્યે શરૂ થઈ હતી.
- Advertisement -
પીએમ મોદીએ બેઠકમાં સંબોધન કર્યું. રાધાકૃષ્ણનનો પરિચય આપતાં, પીએમ મોદીએ કહ્યું કે તેઓ ઓબીસી સમુદાયના એક દિગ્ગજ નેતા છે અને રાજકારણમાં કોઈ ગેમ રમતા નથી. નોંધનીય છે કે સીપી રાધાકૃષ્ણન 20 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવશે. એનડીએ સંસદીય દળની બેઠકમાં, વડાપ્રધાને સિંધુ જળ સંધિ પર નીશાન સાધતા આકરા પ્રહાર કર્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે પંડિત જવાહરલાલ નેહરુએ પહેલા દેશના ભાગલા પાડ્યા અને પછી પાણીના પણ ભાગલા પાડ્યા.
પીએમ મોદીએ કહ્યું, “સિંધુ જળ સંધિ હેઠળ, 80 ટકા પાણી પાકિસ્તાનને આપવામાં આવ્યું હતું. બાદમાં, નેહરુએ તેમના સચિવ દ્વારા આ ભૂલ સ્વીકારી અને કહ્યું કે તેનો કોઈ ફાયદો થયો નહીં. આ સંધિ સંપૂર્ણપણે ખેડૂત વિરોધી હતી.” સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે પીએમ મોદીએ વિપક્ષ સહિત તમામ પક્ષોને ઉપરાષ્ટ્રપતિ પદ માટે સર્વસંમતિથી સીપી રાધાકૃષ્ણનને ચૂંટવા અપીલ કરી છે. આ દરમિયાન રાધાકૃષ્ણનનો પરિચય બધા એનડીએ સહયોગી પક્ષોના સાંસદો સાથે પણ કરાવવામાં આવ્યો હતો.
17 ઓગસ્ટના રોજ ભાજપ સંસદીય બોર્ડની બેઠક બાદ, ગઉઅ એ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે રાધાકૃષ્ણનનું નામ જાહેર કર્યું. રાધાકૃષ્ણન 20 ઓગસ્ટે પોતાની ઉમેદવારી નોંધાવશે. આ દરમિયાન ગઉઅ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 21 જુલાઈની રાત્રે અચાનક પદ પરથી રાજીનામું આપી દીધું. 74 વર્ષીય ધનખડનો કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027 સુધીનો હતો. ધનખડના રાજીનામા બાદ, ચૂંટણી પંચે 1 ઓગસ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીની જાહેરાત કરી હતી.



