40થી વધુ સંસ્થા-સમાજો દ્વારા ફૂલહાર અને મોમેન્ટો સાથે આદરપૂર્વક સન્માન; સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત અમૂલ ફેડરેશનમાં વાઈસ ચેરમેન
ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
- Advertisement -
વીરપુરમાં GCMMF (અમૂલ ફેડરેશન) ના વાઈસ ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાના સન્માનમાં લેઉવા પટેલ સમાજ, ગાયત્રી મુક્તિધામ અને જલારામ મંદિર ટ્ર:ટ સહિત 40થી વધુ સંસ્થા-સમાજો દ્વારા ભવ્ય સમારોહ યોજાયો. પ્રસંગે પૂજ્ય રઘુરામ બાપાએ આશીર્વચન પાઠવ્યા અને ખકઅ જયેશભાઈ રાદડિયાએ GCMMFમાં ધામેલીયાની પસંદગી સૌરાષ્ટ્ર માટે ગૌરવની બાબત ગણાવી.
ગોરધનભાઈએ પોતાના કાર્યકાળમાં રાજકોટ ડેરીનો નફો રૂ. 4 કરોડથી 80 કરોડ સુધી પહોંચાડવાનો ઉલ્લેખ કરી, પશુપાલકોને રૂ. 60 કરોડ ભાવફેર ચૂકવવાનો ગૌરવ વ્યક્ત કર્યો. તેમણે ભેળસેળ રોકવા કડક પગલાં, ખર્ચામાં કાપ અને પારદર્શક વહીવટ દ્વારા ડેરીની પ્રગતિ કરાવ્યાનું જણાવ્યું. કાર્યક્રમ સફળ બનાવવા સ્થાનિક મંડળીઓ અને સભ્યોનું યોગદાન રહ્યું.