ખાસ-ખબર ન્યૂઝ જાફરાબાદ
જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલ લુણસાપૂરીયા દાદાના મંદિરે નાગપાંચમ નિમિતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતા. આ અવસરે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીષભાઇ ડેર દ્વારા શ્રદ્ધાળુઓ માટે સ્ટોલ કરી ચા-પાણી, નાસ્તો અને ફરાળની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
મોટી સંખ્યામાં ભક્તોએ આ સેવા નો લાભ લીધો હતો. દર વર્ષે નાગપાંચમ નિમિતે અંબરીષભાઇ ડેર દ્વારા આવી સેવા અવિરત રૂપે આપવામાં આવે છે. આ પ્રસંગે પિન્ટુભાઈ ઠક્કર, જયેશભાઈ દવે, ભુપતભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.