વઢવાણ નાયબ કલેકટર, મામલતદાર ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
વઢવાણ નાયબ કલેક્ટર અને વઢવાણ મામલતદાર ટીમે તેમના વિસ્તારમાં ચાલતા ગેમઝોનની ફાયર સેફ્ટી સહિતની તપાસ હાથ ધરી હતી. આથી સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર ચાલતા ગેમઝોનમાં તપાસ હાથ ધરાઇ હતી. જેમાં ગેમઝોનમાં પરમિશન તથા ફાયર એનઓસી સહિતના નિયમનું ઉલ્લંઘન કરતાં 2 ગેમઝોન સીલ કરી નાંખવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં વઢવાણ નાયબ કલેક્ટર અને વઢવાણ મામલતદાર ટીમે તેમના વિસ્તાર ચાલતા ગેમઝોનની ફાયર સેફ્ટી સહિતની તપાસ હથ ધરાઇ હતી. ત્યારે વઢવાણ 80 ફૂટ રોડર આવેલ શ્રી હરિ કોમ્પ્લેક્સમાં ગોપીનાથ ઇલેક્ટ્રિક અને પીએસ ફાઈલ ગેમ ઇન સેન્ટર હિતેશભાઈ ગણેશભાઈ ખેરની માલિકીનું ગેમઝોન ચાલતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જ્યાં સ્થળ તપાસ કરતા બાળકોને રમવાની ગેમઝોન હોવાનું ધ્યાને આવ્યું હતું.
જ્યારે આવવા જવા એક જ દરવાજો હોવાનું, ઇમરજન્સી એક્ઝિટ ન હોવાનું, ફાયર સેફ્ટીના સાધનો ન હોવાનું, એનઓસી પરમિશન સહિતના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી નાયબ કલેક્ટર, વઢવાણ મેહુલકુમાર ભરવાડ તથા બ્રિજલભાઈ ત્રમટા મામલતદાર વઢવાણની સંયુક્ત ટીમ દ્વારા મોડલ રૂલ્સ ફોર ધ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ એમ્યુઝમેન્ટ રાઇટ્સ એન્ડ ગેમિંગ ઝોન એક્ટિવ રૂલ્સ-2024ના ભંગ બદલ ગેમિંગ સેન્ટર આજ રોજ સીલ કરવામાં આવ્યું હતું.