સૌરાષ્ટ્ર અને કચ્છના કાનૂની વિવાદો દર વર્ષે મોટા પ્રમાણમાં કેસો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચે છે. ત્યારે પક્ષકારોને ન્યાય મેળવવામાં આસાની રહે વકીલોને પણ પોતાની પ્રેક્ટિસમાં સુગમતા રહે અને ન્યાય પ્રક્રિયા પણ ઝડપી બને તે માટે સૌરાષ્ટ્ર અને કચ્છના વકીલ આલમમાં એક અવાજ ઉઠ્યા બાદ ગુજરાત હાઈકોર્ટ તરફ્થી સૌરાષ્ટ્રને અલગ બેંચ મળે તેની પ્રબળ માંગણી કરવા સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોમાં એકમતિ થઈ ચૂકી છે. ત્યારે રાજકોટના અનેક વકીલો દ્વારા આજે તા.11 ના સોમવારે રાજકોટ કોર્ટ સહાર 111 શ્રીફળ વધેરી લડતના મંડાળ શરૂ કરવામાં આવ્યા છે. વકીલો દ્વારા લે કે રહેંગે…. લે કે રહેંગે… હાઇકોર્ટ બેન્ચ લે કે રહેંગે… ના સુત્રોચાર કરવામાં આવ્યા હતા. જિલ્લા અને સેશન્સ કોર્ટના કેમ્પસમાં વકીલોએ પોતાની માંગની રજૂઆત કરી હતી.
રાજકોટ ખાતે હાઈકોર્ટની અલગ સૌરાષ્ટ્ર બેંચ માટે 111 શ્રીફળ વધેરી લડતના મંડાણ શરૂ

Follow US
Find US on Social Medias