ગાંજાના 38 છોડ 1.550 કિલોગ્રામ વજન કિંમત રૂ 15,500ના જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સુરેન્દ્રનગર એસ.ઓ.જી ટીમ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે ચોટીલા તાલુકાના કાળાસર ગામે રહેવામાં મકાનમાં ગાંજાના છોડનો ઉછેર થતો હોવાની બાતમીને આધારે એસ.ઓ.જી ટીમના પીઆઇ ભાવેશભાઈ સિંગરખીયા, આર.જે.ગોહિલ સહિતનો સ્ટાફ ચોટીલાના કાળાસર ગામે રહેણાક મકાનમાં દરોડો કરી 38 નંગ લીલા ગાંજાનો છોડ 1.550 કિલોગ્રામ કિંમત 15,500 રૂપિયાનો જપ્ત કરી વેતર કરનાર ભાભલુભાઈ નાથાભાઈ ખાચરને ઝડપી લઇ ચોટીલા પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.