તમામ દરોડામાં ઝડપાયેલા શખ્સો પાસેથી કુલ રૂપિયા 7.32 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
ઝાલાવાડમાં શ્રાવણ મહિનો શરૂ થાય કે તરત જ જુગારના અખાડા પણ ખુલવા માંડે છે કેટલાક ધાર્મિક લોકો માટે શ્રાવણ માસ ભક્તિભાવ માટે તો કેટલાક જુગારની ટેવ ધરાવતા ઈસમો માટે માત્ર જુગાર રમવા માટેનો મહિનો હોય તેમ નજરે પડે છે તેવામાં રક્ષાબંધનના તહેવાર નિમિતે પોલીસ દ્વારા જિલ્લાભરમાંથી જુદી જુદી જગ્યા પર દરોડો કરી કુલ 73 ઇસમોને ઝડપી પાડ્યા હતા.
- Advertisement -
જેમાં ચૂડા પોલીસ મથકના સ્ટાફે રામનાથ વાડી વિસ્તારમાં કેટલાક શખ્સોને જુગાર રમતા હોવાની બાતમીને આધારે દરોડો કરી સોહિલ રમજાનભાઈ જરગેલા, હશન મહેબૂબભાઈ જરગેલા, રમજાન ઉર્ફે કમો જરગેલા સહિતનાઓ 2340 રૂપિયા સાથે ઝડપી લઇ નાશી જનાર નિઝામ ઇલાહિમભાઈ જરગેલા તથા સિકંદર ઉર્ફે જગો રમજાનભાઈ જરગેલા સહિત કુલ ચાર વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ ચૂડાના ભૃગુપુર ગામે પણ સ્થાનિક પોલીસે દરોડો કરી રાજુભાઈ છગનભાઈ સોલંકી, હરેશભાઈ પ્રભુભાઈ શેખને રોકડ 6250 રૂપિયા તથા એક મોબાઇલ કિંમત 2000 એમ કુલ 8250 રૂપિયા સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના સ્ટાફે ખાટકીવાસ વિસ્તાર નજીક ગુડદી પાસાનો જુગાર રમતા હોવાની બાતમીને આધારે દરોડો કરી ઈદરીશભાઈ બાબાભાઈ મોવર તથા કાદરભાઈ ઉમરભાઈ મોવરને રોકડ 3500 રૂપિયા સાથે જુગાર રમતા ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
જોરાવરનગર પોલિસ હનુમાનજી ચોક ખાતે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીને આધારે દરોડો કરી શ્રવણભાઈ સોમાભાઈ સીતાપરા, અજયભાઈ ગેલાભાઈ સીતાપરા, ફરહાન મહેમૂદભાઈ મમાણી સહિતનાઓ ઝડપી રોકડ 2310 રૂપિયા સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે જોરાવરનગર પોલીસે ઉમિયા ટાઉનશિપ ખાતે જાહેરમાં જુગાર રમતા ભીખુભા ડોલુભા પઢીયાર, પ્રદીપસિંહ ભીખુભા પઢિયાર, ઓમદેવસિંહ કાનભા ડોડીયા, રવિરાજ પ્રતાપભાઈ રાઠોડ, મહાવીરસિંહ હેમંતસિંહ પઢીયાર, વિષ્ણુભાઈ રમેશભાઈ મહેતા, વિશાલભાઈ રાજેશભાઈ આચાર્ય, યુવરાજસિંહ પ્રતાપસિંહ મકવાણા સહિતના ઇસમોને રોકડ 11280 રૂપિયા તથા 8 મોબાઈલ કિંમત 40 હજાર એમ કુલ 51280 રૂપિયાના મુદામાલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે જોરાવરનગરના રામપરા ગામની સીમમાં પણ દરોડો કરી દિનેશભાઈ સવાદાસ મોરી, રાકેશભાઈ રામજીભાઈ કોડિયા, રાજેન્દ્રસિંહ કનુભા મસાણી, રમેશભાઈ મનુભાઈ પઢારીયા, ઇશ્વરભાઇ રણછોડભાઈ કોડિયા, અજયસિંહ વનરાજસિંહ વાઢેર, નરસિંહભાઈ ભવનભાઈ રાઠોડ, ક્રિપાલસિંહ વનરાજસિંહ વાઢેર, વિક્રમભાઈ હેમુભાઈ દલસાણીયા, પંકજ સિંહ ઘનશ્યામસિંહ હેરમા સહિતના ઇસમોને જુગાર રમતા રોકડ 157380 રૂપિયા તથા દસ મોબાઈલ કિંમત 60500 રૂપિયા એમ કુલ 217880 રૂપિયા સાથે ઝડપી લઇ તમામ વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
લખતર તાલુકાના ભાસ્કરપરા ગામના લોરીયા વાસ ખાતે કેટલાક ઇસમો જુગાર રમતા હોવાની બાતમીને આધારે લખતર પોલીસે દરોડો કરી પરસોત્તમભાઈ વશરામભાઈ લોરીયા, સગરામભાઇ લખમણભાઇ લોરીયા, ભોલાભાઈ મફાભાઈ ઓગણીયા, મફાભાઈ ધનજીભાઈ ઓગણીયા, જાલાભાઇ સોમાભાઈ લોરીયા, વિપુલભાઈ નટુભાઈ લોરીયા, હકાભાઇ વશરામભાઈ લોરીયા સહિતનાઓને તીન પત્તીનો જુગાર રમતા રોકડ 3100 રૂપિયા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાણશીણા પોલીસ મથકના સ્ટાફ દ્વારા ટોકરાળા ગામે તળાવની પાળ પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીને આધારે દરોડો કરી ભાવેશભાઈ દીપકભાઈ ઝિંઝુવાડીયા, કલજીભાઇ ચતુરભાઈ જાદવ, ધીરુભાઈ કાનજીભાઈ જાદવ, ચંદુભાઈ અરજણભાઈ સોલંકી સહિતના ઇસમોને રોકડ 11220 રૂપિયા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાટડી પોલીસે પણ ખારાઘોડા સ્ટેશન ગામ ખાતે જુગારધામ પર દરોડો કરી પ્રકાશભાઈ ગુગાભાઈ કુડેચા, રાકેશભાઈ વજુભાઈ કોરડીયા, છનાભાઇ જગાભાઈ મહાલીયા, દશરથભાઈ કરસનભાઈ મકવાણા, સતિષભાઈ દિલીપભાઈ અઘારા, મહેબુબભાઇ યુસુફભાઈ બ્લોચ, વિજયભાઈ જગાભાઈ મહાલીયા, અજીતભાઈ જગાભાઈ મહાલીયા, સંજયભાઈ હસુભાઈ સુરેલા, અનિલભાઈ કરસનભાઈ મકવાણા સહિતના ઇસમોને જુગાર રમતા ઝડપી લઇ રોકડ 16110 રૂપિયા તથા ત્રણ મોબાઇલ કિંમત 15000 રૂપિયા એમ કુલ મળી 31110 રૂપિયા સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
સાયલા સ્થાનિક પોલીસના સ્ટાફે માર્કેટિંગ યાર્ડ ખાતે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે દરોડો કરી સંજયભાઈ પરાગભાઈ હડિયલ, ભવાનીસિંહ નટુભાઈ મકવાણા, અલ્પેશભાઈ પ્રવીણભાઈ પંડ્યા, દાનભાઈ આપાભાઈ ખવડ, ભરતભાઈ દેવરાજભાઈ ખવડ, ગોવિંદભાઈ મેલાભાઈ સભાડ, પ્રભાતભાઈ પોપટભાઈ જોગરાણા, શિવકુભાઈ દેવાયતભાઈ ખાચર સહિતના શખ્સોને જાહેરમાં જુગાર રમતા રોકડ 60750 રૂપિયા તથા 8 મોબાઈલ કિંમત 40 હજાર એમ કુલ 100750 રૂપિયા સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ દ્વારા સી યુ શાહ નગર દેરાસર વળી શેરીમાં દરોડો કરી પ્રકાશભાઈ કાનાભાઈ વાજેલીયા, મુકેશ રવજીભાઈ દસાડીયા, અજીતભાઈ રઘુભાઈ વજેલીયા, દિનેશ ધનજીભાઈ વાઘેલા, રોહિત કરમશીભાઈ વાઘેલા, ઘનશ્યામભાઈ વખુભાઈ મણદુરીયા, મુકેશ રઘુભાઈ વાજેલીયા સહિતનાઓ રોકડ 28560 રૂપિયા સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે સુરેન્દ્રનગર શહેરના વકીલ સોસાયટી ખાતે રહેતા દિગ્વિજયસિંહ ઉર્ફે દીગુભા હેમંતસિંહ ચાવડા પોતાના રહેણાક મકાનમાં જુગાર રમાડતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરી વિપુલ દિલીપભાઈ દાવડા, નવીન દામજીભાઈ છત્રોલિયા, વિમલ શાંતિલાલ લખતરિયા, પાછાભાઈ દેવશીભાઈ સરૈયા, ભરતભાઈ ઈશ્વરભાઈ આજોલિયા, કેતન લાલજીભાઈ લાડોલા, છનાભાઈ જીવરાજભાઈ શેખ, દિગ્વિજયસિંહ હેમંતસિંહ ચાવડા સહિતનાઓ રોકડ 124900 રૂપિયા, 6 મોબાઇલ કિંમત 75000 રૂપિયા તથા બે બાઈક કિંમત 75000 રૂપિયા એમ કુલ 2,74,900 રૂપિયાનો મુદામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.