આખું વર્ષ ભાઈ-બહેન ભલે દૂર રહ્યા હોય પણ જ્યારે રક્ષાબંધન આવે ત્યારે ભાઈને બહેન અને બહેનને ભાઈની યાદ આવ્યા વગર રહેતી નથી… ભાઈ ભલે ગમે એટલો દૂર હોય પણ રાખડી બાંધવા માટે બહેનને જરૂરથી મળે છે.
રક્ષાબંધન એવો પાવન તહેવાર છે જેના માટે દરેક બહેન વર્ષભર આતુરતાથી રાહ જોતી હોય છે. ભારતમાં આ તહેવાર ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. ભાઈ અને બહેનના પ્રેમ, સ્નેહનું આ પ્રતિક માત્ર તહેવાર નહીં પરંતુ લાગણીઓનો બંધન છે. આ દિવસ ભાઈ-બહેનના સંબંધની મીઠાશને વધુ ગાઢ બનાવે છે, તેથી જ તેને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે.
- Advertisement -
આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ 2025, શનિવારે ઉજવવામાં આવશે. હિન્દુ કેલેન્ડર મુજબ, રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે આવે છે. આ દિવસે બહેન ભાઈના હાથમાં રાખડી બાંધે છે જે ભાઈના રક્ષણનું પ્રતિક માનવામાં આવે છે. રાખડી બાંધ્યા પછી બહેન ભાઈના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈ જીવનભર બહેનનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લે છે અને તેને ભેટ આપે છે.
પંચાંગ મૂજબ
પંચાંગ મુજબ, પૂર્ણિમાની તિથિ 8 ઓગસ્ટે બપોરે 2:12 વાગ્યે શરૂ થશે અને 9 ઓગસ્ટે બપોરે 1:24 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર, રક્ષાબંધન 9 ઓગસ્ટે ઉજવાશે. રાખડી બાંધવાનો શુભ સમય સવારે 5:47 થી બપોરે 1:24 સુધીનો રહેશે, જે કુલ 7 કલાક અને 37 મિનિટનો છે.
- Advertisement -
અનેક શુભ યોગ
આ વર્ષે રક્ષાબંધન પર અનેક શુભ યોગ પણ બનશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:22 થી 5:02 સુધી મળશે, અભિજીત મુહૂર્ત બપોરે 12:17 થી 12:53 સુધી રહેશે. ઉપરાંત, સૌભાગ્ય મુહૂર્ત 10 ઓગસ્ટે સવારે 4:08 થી બપોરે 2:15 સુધી રહેશે અને સર્વાર્થ સિદ્ધિ યોગ 9 ઓગસ્ટે સવારે 5:47 થી બપોરે 2:23 સુધી રહેશે, જે ધાર્મિક કાર્યો માટે અત્યંત શુભ માનવામાં આવે છે.
આ વર્ષે રક્ષાબંધન પર અનેક શુભ યોગ પણ બનશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:22 થી 5:02 સુધી મળશે, અભિજીત મુહૂર્ત બપોરે 12:17 થી 12:53 સુધી રહેશે. ઉપરાંત, સૌભાગ્ય મુહૂર્ત 10 ઓગસ્ટે સવારે 4:08 થી બપોરે 2:15 સુધી રહેશે અને સર્વાર્થ સિદ્ધિ યોગ 9 ઓગસ્ટે સવારે 5:47 થી બપોરે 2:23 સુધી રહેશે, જે ધાર્મિક કાર્યો માટે અત્યંત શુભ માનવામાં આવે છે.
રક્ષાબંધનની પૂજન વિધિ ખૂબ જ સરળ હોય છે. સૌપ્રથમ ઘરની સફાઈ કરવી જોઈએ. પછી પૂજા થાળી તૈયાર કરવી જેમાં રાખડી, રોલી, ચોખા, દીવો, અગરબત્તી, મીઠાઈ અને પૂજાની સામગ્રી હોય. માટી અથવા ચાંદીના વાસણમાં પાણી ભરી પૂજા શરૂ કરવી, ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનું આહ્વાન કરવું અને દીવો પ્રગટાવી પૂજા કરવી. ત્યારબાદ બહેન ભાઈના કપાળ પર તિલક કરે છે, રોલી-ચોખા લગાવે છે, રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે. પૂજા બાદ ભાઈ બહેનને ભેટ આપે છે અને રક્ષણનું વચન આપે છે. રક્ષાબંધનના દિવસે કેટલાક વિશેષ ઉપાય પણ શુભ માનવામાં આવે છે. જેમ કે, સફેદ શંખ ઘરે લાવી તેને પૂજા સ્થાને મૂકવો અને નિયમિતપણે ફૂંકવો. માન્યતા મુજબ, આ ઉપાયથી ઘરમાં ક્યારેય ધનની કમી પડતી નથી અને સુખ-સમૃદ્ધિ વધે છે.