ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવનાને વરેલી ન્યૂઝ કેપિટલ ચેનલ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ પોલીસ વિભાગના સહયોગ સાથે દેશના વીર જવાનો માટે છઠ્ઠી ઑગસ્ટે સવારે 5 વાગ્યે વીરાથોનનું આયોજન રેસકોર્સ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, ધારાસભ્યો ડો.દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, ડી.સી.પી. ડો. પાર્થરાજસિંહ ગોહિલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, શિશુ કલ્યાણ, ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન દિલીપ લુણાગરિયા, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અમૃત ગઢીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં અને તેઓના વરદ હસ્તે વીરાથોનને ફ્લેગ ઓફ કરી દોડની ભવ્ય શરૂઆત કરાવવામાં આવી હતી.
- Advertisement -
આ કાર્યક્રમને સફળ બનાવવા ન્યુઝ કેપિટલ ચેનલના ચેનલના ડિરેક્ટર જનક દવે, મૌલિક ઠાકર, મલ્હાર જોશી, ઇનપુટ હેડ મયુર માકડીયા, રિપોર્ટર ઋષિ દવે ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલિસ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ અને સરદારધામના સ્વયંસેવકોએ પાર્કિંગ, પાણી, ટી શર્ટ વિતરણ વ્યવસ્થા, લોકોને યોગ્ય માર્ગદર્શન સહિતની સેવા પુરી પાડી હતી.