ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
શ્રાવણ મહિનામાં ફરાળી વાનગીઓમાં પેટીસનું સૌથી વધુ ચલણ હોય છે પણ કેટલાક ભેળસેળિયાઓ નફો રળવા માટે તેમાં પણ બિનફરાળી લોટ વાપરી લોકોના વ્રતને અભડાવી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફરાળી ખાદ્યચીજો અંગે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જલારામ ચોક, જય ખોડિયાર હોલની બાજુમાં, ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલ ફરાળી પેટીસનું ઉત્પાદન કરતી ‘જલારામ ફરસાણ’ પેઢીની તપાસ કરવામાં આવી. જેમાં ફરાળી પેટીસના ઉત્પાદન માટે મકાઇનો લોટ (MAIZE STARCH) ઉપયોગમાં લેતા હોવાનું માલૂમ પડતા સ્થળ પર મકાઈનો લોટ વાપરીને અગાઉથી તૈયાર કરેલ પેટીસનો 85 કિલો જથ્થો વાસી જણાયેલ તથા ફરાળી પેટીસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો મકાઇના લોટનો 5 કિ.ગ્રા. જથ્થો મળીને કુલ 90 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો તેમજ ગાયત્રીનગર મેઇન રોડ, ‘અન્નપૂર્ણા ફરસાણ’ તથા ‘જલીયાણ ફરસાણ’ પેઢીને લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમ દ્વારા ઋજઠ વાન સાથે શહેરના રેલ્વે જંકશન સામે જંકશન મેઇન રોડ વિસ્તારમાં ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી જેમાં 14 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી તેમજ ખાદ્યચીજોના કુલ 22 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
દરમિયાન ગાયત્રીનગર મેઈન રોડ પર આવેલી ‘અન્નપૂર્ણા ફરસાણ’ અને ’જલિયાણ ફરસાણ’ને લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ‘રામાપીર પેટીસ’, ‘બાલાજી ફરસાણ’, ‘અક્ષર પેટીસ ગાંઠિયા’, ‘ઉમિયા ફરસાણ’ અને ‘ચામુંડા ફરસાણ’ જેવી પેઢીઓની પણ ચકાસણી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમે ઋજઠ વાન સાથે રેલવે જંકશન મેઈન રોડ વિસ્તારમાં પણ 22 ધંધાર્થીઓની ચકાસણી કરી હતી. તેમાંથી 14 ધંધાર્થીઓને લાઈસન્સ મેળવવા બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી. ચકાસણી કરાયેલા અન્ય ધંધાર્થીઓમાં મોમાઈ કોલ્ડ્રિંક્સ, જય ભારત કોલ્ડ્રિંક્સ, હોટલ એન્જોય, જય હિન્દ હોટલ, મન્નત નોનવેજ, આશાપુરા કોલ્ડ્રિંક્સ, ચામુંડા કોલ્ડ્રિંક્સ અને અમૃત રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે
- Advertisement -
ફરાળી ખાદ્યચીજોના કુલ 5 નમૂના લેવામાં આવ્યા
1. રાજગરા ફરાળી ચેવડો (લુઝ): સ્થળ – શ્રી બાલાજી ફરસાણ માર્ટ, રણછોડનગર સોસાયટી -4, ગોકુળ કોમ્પ્લેક્ષ
2. સાબુદાણાની ખિચડી (પ્રિપેર્ડ-લુઝ): સ્થળ – ભેરુનાથ નમકીન સેન્ટર, પેડક રોડ, બાલક હનુમાન પાસે
3. ફરાળી સ્પ્રીંગ પાસ્તા (લુઝ): સ્થળ – શ્રી રામ કરિયાણા ભંડાર, ગોવિંદબાગ મેઇન રોડ
4. સ્પે. ફરાળી ચેવડો (લુઝ): સ્થળ – મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, શ્રી સદગુરુ આશ્રમ સામે, કુવાડવા રોડ
5. ફરાળી લોટ (લુઝ): સ્થળ – રસિકભાઈ ચેવડાવાળા, લીમડા ચોક, પંચનાથ મંદિર સામે