ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન કાર્યવાહી ચાલી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મેંદરડા તાલુકાના ડેડકીયાળી ગામની સીમમાં ચાલતા જુગારધામ પર સફળ રેડ પાડી છે.
ક્રાઇમ બ્રાન્ચના પો.ઈન્સ. જે. જે. પટેલની ટીમમાં સમાવિષ્ટ પીએસઆઇ પી.કે. ગઢવી, એ.એસ.આઈ. નિકુલ એમ. પટેલ, જીતેશ મારુ, વિરાજનસિંહ ચુડાસમા તથા ચેતનસિંહ સોલંકી, અનિલભાઈ જમોડ અને ભૂપતસિંહ સિસોદિયાને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, ડેડકીયાળી ગામનો મયુર ભાણકુભાઈ તગડીયા ગામની ટીંબી સીમ વિસ્તારમાં પોતાના ખેતરના મકાનમાં બહારથી માણસોને બોલાવી ગંજીપાના વડે જુગાર રમાડતો હતો.
આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન જુગાર રમતા કુલ 13 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં મયુર ભાણકુભાઈ તગમડીયા, રાજેભાઈ ઉર્ફે રાજુ વજુભાઈ ખુંટ, અરવિંદભાઈ હરીભાઈ વઘાસીયા, મહેશ મનસુખભાઈ જાપડીયા, રમેશ મનસુખભાઈ જાપડીયા, બાલુભાઈ બીજલભાઈ પીપળીયા, સલીમ હુસેન જુણેજા, સુમત ઉર્ફે પીલુ જોરૂભાઈ પીપળીયા, વિપુલ મેઘજીભાઈ જાપડીયા, ભાવેશ કેશુભાઈ મહેતા, રોહિત મુકેશભાઈ સખરેલીયા, ધીરુભાઈ જસમતભાઈ પટોળીયા, નિલેશ ચુનીભાઈ કથીરીયા ને ઝડપી તેની પાસેથી પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. 45,960, 10 મોબાઈલ કિ. રૂ. 91,000 અને 6 મોટરસાઈકલ કિ. રૂ. 1,65,000 સહિત કુલ રૂ. 3,01,960 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ આરોપીઓ વિરુદ્ધ મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: મેંદરડાની સીમમાંથી 13 જુગારી ઝડપાયા, 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
