ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના આદ્રીથી કોડીનારના મૂળદ્વારકા સુધી આકાર પામવા જઈ રહેલી કેનાલ નું કામ શરૂ થાય તે પહેલાં જ પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે.આશરે 40 કિમી જેટલી લંબાઈ ધરાવતી કેનાલ સરકાર દ્વારા મંજૂર કરાયા બાદ જમીન સંપાદનની કામગીરી હાથ ધરવાની હતી જો કે કેનાલને લઈને તમામ ખેડૂતોમાં ભારે રોષ પ્રવત્ર્યો હતો અને વિરોધ થઈ રહ્યો છે જેને લઈને કામગીરી અટકી પડી છે.ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલ બનવાના કારણે જે ફાયદો મળે તેના કરતા વધુ નુકશાન થાય તેમ છે કારણ કે જે ખેડૂતો માટે કેનાલ બનાવમાં આવે છે તેની ફળદ્રુપ જમીન મોટા પ્રમાણમાં સંપાદન કરવી પડે તેમ છે.
ગીર સોમનાથમાં આકાર પામવા જઈ રહેલી 40 કિમી લાંબી કેનાલનું કામ ચાલુ થાય તે પહેલાં જ ટલ્લે ચઢી!
