જીવવિજ્ઞાન ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટેની ફિલિપાઈન્સનાં ક્વિઝોન સિટી ખાતે વૈશ્ર્વિક સ્પર્ધા
હેટ્રિક ઓફ ગોલ્ડ મેડલ્સ 2023માં જુનિયર સાયન્સ અને 2024માં અર્થ સાયન્સમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ધોરાજી તાલુકાનાં મૂળ પાટણવાવ ગામનાં રૂદ્ર પેથાણીએ 20 થી 27 જુલાઈ દરમિયાન ફિલિપાઈન્સનાં ક્વિઝોન સીટી ખાતે યોજાયેલી 36મી આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડમાં સુવર્ણચંદ્રક જીતીને અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. આ સ્પર્ધામાં ભારતને 02 ગોલ્ડ અને 02 સિલ્વર મેડલ એમ કુલ 04 મેડલ જીતી સ્પર્ધકોએ ભારતનો ડંકો વગાડ્યો છે. આ સિદ્ધિ ભારતીય વિદ્યાર્થીઓની જીવવિજ્ઞાનમાંની મજબૂત પકડ અને તૈયારી દર્શાવે છે. આ સિદ્ધિ સાથે રુદ્રએ આંતરરાષ્ટ્રીય જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડ -2023, આંતરરાષ્ટ્રીય અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ – 2024, આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડ – 2025માં ગોલ્ડ મેડલ “હેટ્રિક ઓફ ગોલ્ડ મેડલ્સ” પૂર્ણ કરી છે, જે તેની શૈક્ષણિક શ્રેષ્ઠતા અને વિજ્ઞાન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ તકે તેમના માતા હિનાબેન પેથાણીએ જણાવ્યું હતું કે, આ ક્ષણ પેથાણી પરીવાર અને સમગ્ર ભારત માટે ગર્વાન્વિત છે.
સાથે જ અમારું વતન પાટણવાવ, ગુજરાત અને સમગ્ર દેશનું નામ વિશ્વભરમાં પ્રખ્યાત કર્યાની ભવ્ય સિદ્ધિ હાંસલ કરી છે, જે અમારા માટે ગર્વની વાત છે. 36મી આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડ -2025 જીવવિજ્ઞાન ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટેની એક પ્રતિષ્ઠિત વૈશ્વિક સ્પર્ધા છે. જેનો મુખ્ય હેતુ યુવા પ્રતિભાઓને જીવવિજ્ઞાનમાં રસ લેવા પ્રોત્સાહિત કરવાનો, આંતરરાષ્ટ્રીય સ્તરે જૈવિક જ્ઞાન અને કૌશલ્યોનું પ્રદર્શન કરવાનો, અને જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં ભવિષ્યના વૈજ્ઞાનિકો અને સંશોધકોને પ્રોત્સાહન આપવાનો છે. વિદ્યાર્થીઓના જૈવિક જ્ઞાન અને પ્રાયોગિક કૌશલ્યોને ચકાસવા માટે ઈંઇઘમાં સૈદ્ધાંતિક (લેખિત) અને પ્રાયોગિક (વ્યવહારુ) બંને પ્રકારની પરીક્ષાઓનો સમાવેશ થાય છે. આ પરીક્ષાઓમાં સેલ બાયોલોજી, મોલેક્યુલર બાયોલોજી, ઇકોલોજી, જિનેટિક્સ, છોડ અને પ્રાણીઓની શરીરરચના અને શરીરવિજ્ઞાન જેવા જીવવિજ્ઞાનના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવે છે.