દેશમાં 12મો ક્રમાંક હાંસલ કરનાર વિશ્વજીતસિંહ પ્રોફેશનલ કોર્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (ICSI) એ કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (CSEET) જુલાઈ 2025 પરીક્ષાનું પરિણામ 16 જુલાઈને બુધવારના રોજ જાહેર થયુ છે. આ પરિક્ષામાં વિશ્વજીતસિંહ જગેન્દ્રસિંહ જાડેજાએ દેશમાં 12મો અને ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. CSEETપરીક્ષામાં બિઝનેસ કોમ્યુનિકેશન, લીગલ એપ્ટિટ્યુડ એન્ડ લોજિકલ રિઝનિંગ, ઇકોનોમિક એન્ડ બિઝનેસ એન્વાયર્નમેન્ટ, અને કરંટ અફેર્સ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ વિષય મળી કુલ 200 માર્કની પરિક્ષા હતી. આ પરિક્ષામાં વિશ્વજીતસિંહ જાડેજાએ કુલ 175 માર્ક હાંસલ કર્યા છે. જેમાં ઇકોનોમિક એન્ડ બિઝનેસ એન્વાયર્નમેન્ટમાં 50માંથી 50 ગુણ મેળવી વિશ્વજીતસિંહએ અનોખી સિધ્ધિ હાંસલ કરી છે. વિશ્વજીતસિંહ સીએસમાં શ્રેષ્ઠ પરિણામ મેળવી દેશની ટોપ કંપનીમાં કામ કરવાનું લક્ષ્ય ધરાવે છે. વિશ્વજીતસિંહએ જણાવ્યુ કે આ સફળતા માટે મારા પરિવારનો સહયોગ અને બે વર્ષની સખત મહેનતનું પરિણામ છે. આગામી પ્રોફેશનલ પરિક્ષામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા સખત મહેનત ચાલુ છે તેમાં પણ શ્રેષ્ઠ પરિણામ મેળવીશ તેવો મને વિશ્વાસ છે.



