બેંગકોકના થાઈલેન્ડમાં ઇએમએફ ગ્લોબલ નેટવર્ક આયોજિત એવોર્ડ સેરેમની યોજાઇ
શિવરામસિંહે અત્યાર સુધીમાં 2000થી વધુ ઇવેન્ટ્સનું સફળ એન્કરિંગ કર્યું છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના જાણીતા એન્કર શિવરામસિંહ ચુડાસમાને ‘ગોલ્ડ અવોર્ડ – ધ બેસ્ટ એમસી ઓફ ધ યર એનાયત કરવામાં આવ્યો છે. બેંગકોક ખાતે તાજેતરમાં મેનેજમેન્ટ ફેડરેશન ગ્લોબલ (ઊખઋ) દ્વારા આયોજિત ગ્રાન્ડ એવોર્ડ સેરેમનીમાં રાજકોટના જાણીતા એન્કર અને વર્સેટાઈલ પર્ફોર્મર શિવરામસિંહ ચુડાસમાને ‘બેસ્ટ એમસી ઓફ ધ યર 2025 – ગોલ્ડ વિજેતા’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા. ઉદયપુરના લક્ષ્યરાજસિંહ મેવાડ, અભિનેત્રી નુસરત ભરુચા, અર્જુન કપૂર, અદનાન સામી અને ગુજરાતી ફિલ્મોના ઉભરતા કલાકાર દેવર્ષી શાહના હસ્તે એન્કરિંગ ક્ષેત્રમાં અનોખું સન્માન મળ્યુ છે. આ ઇવેન્ટમાં અનેક દેશો અને શહેરોના ટોચના ઇવેન્ટ આર્ટિસ્ટ્સ અને મેનેજર્સ હાજર રહ્યા હતા. શિવરામસિંહે પોતાની પન્ચભાષી ભાષા કુશળતા (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી,સઁસ્કૃત અને ઉર્દુ), થિયેટ્રિકલ શૈલી, શાસ્ત્રોક્ત જ્ઞાન, આધ્યાત્મિક ઊંડાણ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, સાહિત્યિક ઊંડાણ, કવિતા અને ગઝલ થી શણગારેલી પ્રસ્તુતિ,પ્રત્યેક પ્રોગ્રામ માટે કસ્ટમાઇઝ્ડ ક્ધટેન્ટ અને ઇમોશનલ કનેક્ટના આધારે એક અનોખું સ્થાન મેળવ્યું છે. તેમણે અત્યાર સુધીમાં 2000થી વધુ ઇવેન્ટ્સનું સફળ એન્કરિંગ કર્યું છે, જેમાં વેડિંગ્સ, T20 સમિટ, India-Australia ODI, India-Sri Lanka T20 મેચ, કોર્પોરેટ ગેધરિંગ્સ, કલ્ચરલ શોઝ અને લીડરશિપ એકેડેમી સત્રોનો સમાવેશ થાય છે.
તેઓ 1500થી વધુ કોમર્શિયલ્સ અને ડોક્યુમેન્ટરીઝ માટે અવાજ આપી ચુક્યા છે. શિવરામસિંહ ચુડાસમાએ સૌરાષ્ટ્રની સોડમ પ્રસ્રવતા દુહા અને છંદોથી થાઈલેન્ડની ભૂમિ પર ગુજરાતી ભાષાની મહિમા અને અસ્મિતાનું ગુણગાન ગાતાં, 15-20 મિનિટના પરફોર્મન્સમાં એક ઉત્સવનું વાતાવરણ ઉભું કરી દીધું. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ગાયક દેવ ભટ્ટ સાથે જુગલબંધી કરતાં ગરબાનો રસ પીરસ્તા, દુહા-છંદ અને સપકરા વડે શિવરામસિંહે લોકોએ મંત્રમુગ્ધ કરી દીધા. ઊખઋ દ્વારા તેમને મળેલું આ ગૌરવપૂર્ણ એવોર્ડ ગુજરાતના યુવા એન્કર્સ માટે પણ પ્રેરણારૂપ બનશે.



