આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ : “Every Move Counts’ની થીમ પર આ વર્ષે આંતરરાષ્ટ્રીય ચેસ દિવસની ઉજવણી
ખેલ મહાકુંભ 3.0માં ચેસની રમતમાં 92 હજારથી વધુ ખેલાડીઓ જોડાયા હતા
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ- 2025 દર વર્ષે તા. 20 જૂલાઈના રોજ ઉજવવામાં આવે છે. 20 જૂલાઈ, 1924ના રોજ પેરિસ, ફ્રાંસમાં આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (ઋઈંઉઊ)ની સ્થાપનાને ચિહ્નિત કરે છે. આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન(FIDE)ની સ્થાપના આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધાઓનું આયોજન, દેખરેખ તેમજ વૈશ્વિક સ્તરે ચેસની રમતને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. આ વર્ષે આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ- 2025 ‘Every Move Counts’’ની થીમ પર ઉજવવામાં આવશે.
આજે શાળા કક્ષાએથી જ ચેસ સહિતની અન્ય રમતો માટે ખેલાડીઓમાં જાગૃતિ આવી રહી છે. ચેસની રમત બાળકોમાં ધીરજ, સ્થિતિ સ્થાપકતા અને ખેલદિલી જેવા મૂલ્યવાન જીવન કૌશલ્યો અને મૂલ્યો શીખવે છે. ગુજરાતમાં ચેસની રમત માટે એવી જાગૃતિ આવી છે કે, ખેલ મહાકુંભ 3.0માં ચેસની રમતમાં 92 હજારથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા. આ ઉપરાંત હાલમાં જ રાજ્ય સરકારે સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બાળકોને રમત -ગમત ક્ષેત્રે રસ વધે તે માટે ‘સ્પોર્ટ્સ કીટ’ આપવાનો પણ મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં ચેસનો પણ સમાવેશ થાય છે.
’ખેલ મહાકુંભ’ના માધ્યમથી ગુજરાતના યુવાનોને રમત-ગમત સાથે જોડ્યા છે. બે ગુજરાતીએ ચેસમાં ‘ગ્રાન્ડ માસ્ટર’ની સિદ્ધિ હાંસલ કરી હતી. જેમાં ભારતના 11મા, ગુજરાતના પ્રથમ ‘ગ્રાન્ડ માસ્ટર’ તેજસ બાકરે તથા ભારતના 36મા તેમજ ગુજરાતના દ્વિતિય ગ્રાન્ડમાસ્ટર અંકિત રાજપરાનો સમાવેશ થાય છે.
ચેસની રમતમાં ગુજરાતમાં અત્યારસુધીમાં બે ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરે અને અંકિત રાજપરા થઇ ચૂક્યા છે. ઇન્ટરનેશનલ માસ્ટર (ઈંખ) ફેનિલ શાહ, માનુષ શાહ, તથા મોક્ષ દોશી છે. મહિલા ઇન્ટરનેશનલ માસ્ટર (ઠઈંખ) ધ્યાની દવે અને વિશ્વા વાસણવાલા, ફિડે માસ્ટર કુશલ જાની, જીત જૈન, જ્વલ પટેલ અને વિવાન શાહ છે. જેમાંથી વિવાન શાહે એક ઇન્ટરનેશનલ માસ્ટરની ખ્યાતિ મેળવી ઇન્ટરનેશનલ માસ્ટર બનવાનું પ્રથમ સોપાન હાંસલ કર્યું છે. મહિલા ફિડે માસ્ટર ધ્યાના પટેલ (ઠઋખ) છે.
- Advertisement -
આ ઉપરાંત દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડી દર્પણ ઈનાની-2023 પેરા એશિયન ગેમ્સમાં વ્યક્તિગત રમતમાં તથા ટીમમાં સુવર્ણપદક હાંસલ કર્યું હતું તેમજ દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડી હેમાંશી રાઠીએ પેરા એશિયન ગેમ્સમાં-2022માં કાંસ્ય પદક મેળવ્યો હતો. વર્લ્ડ ગર્લ્સ સ્કૂલ અંડર-7 શાળાકીય સ્પર્ધામાં લક્ષ્મી પ્રજ્ઞિકા વાકાએ સુવર્ણ પદક, હાન્યા શાહે વેસ્ટર્ન એશિયન યુથ ચેમ્પિયનશીપ શ્રીલંકામાં સુવર્ણ, રજત તથા કાંસ્ય પદક, અસુદાની રુહાનીરાજ 11મી એશિયન અમેચ્યોર ચેમ્પિયનશીપ 2024-25માં રજત તથા કાંસ્ય પદક, આશીતા જૈન રાષ્ટ્રીય સબજુનિયર સ્પર્ધા -2024માં રજત પદક, યતિ અગ્રવાલે એશિયન સ્કૂલ ચેમ્પિયનશીપ -2024 ટીમમાં રજત પદક તેમજ જ્વલ પટેલે કોમનવેલ્થ સ્પર્ધા-2024માં સુવર્ણ પદક મેળવી ગુજરાતનું નામ દેશ અને વિશ્વ કક્ષાએ ઉજ્જવળ કર્યું હતું.
આ ઉપરાંત રાષ્ટ્રીય શાળાકીય રમતોત્સવમાં (જૠઋઈં)માં 2024-25માં 14 વર્ષથી ઓછી આયુ અવધિ વાળી ટીમ સ્પર્ધામાં ભાઈઓની ટીમે કાંસ્ય પદક તથા બહેનોની ટીમે રજત પદક પ્રાપ્ત કર્યો હતો. વ્યક્તિગત શ્રેણીમાં અદીત્રી શોમે સુવર્ણ પદક, અર્પિતા પાટણકરે કાંસ્ય પદક, દીના પટેલે રજત પદક તથા જ્વલ પટેલે સુવર્ણ પદક અને મીકદાદે કાંસ્ય પદક મેળવ્યો હતો. વર્ષ- 2023માં સિનીયર સામૂહિક રાષ્ટ્રીય ચેસ સ્પર્ધામાં ગુજરાતની ટીમ દ્વારા કાંસ્ય પદક પ્રાપ્ત કરવામાં આવ્યો હતો.



