સૂત્ર સ્પર્ધામાં ભાગ લેવા જાહેર જનતાને અપીલ, એક વ્યકતીએ એક જ સૂત્ર મોકલવાનું રહેશે
સિલેક્ટ થયેલ સૂત્ર શોભાયાત્રામા તેમજ તમામ રૂટ ઉપર પ્રદર્શિત કરવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત “સૂત્ર સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાહેર જનતાને ભાગ લેવા અપીલ કરવામાં આવે છે. આ સ્પર્ધાના માધ્યમ દ્વારા આપને આપના વિચારો પ્રગટાવાનો અને ધાર્મિક-સામાજિક સંદેશા પ્રસરાવવાનો અનોખો અવસર મળે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થયા માટે પંચ પરિવર્તનના વિષયો ઉપર રાષ્ટ્રહિતમાં વધુ આગ્રહ પૂર્વક અને આયોજન પૂર્વક કામ કરવાનું તમામ કાર્યકર્તાઓએ નક્કી કર્યું હતું. એક વ્યક્તિએ ફક્ત એક સૂત્ર મોકલવાનું રહેશે; સૂત્ર માત્ર 2 પંક્તિઓનું હોવું જોઈએ; કૃષ્ણ જન્માષ્ટમી અને ઉપરોક્ત વિષયોને અનુરૂપ હોવું આવશ્યક છે. આ પંચ પરિવર્તનના વિષયો નીચે મુજબ છે. 1. સામાજિક સમરસતા, 2. કુટુંબ પ્રબોધન, 3.પર્યાવરણ, 4.નાગરિક કર્તવ્ય, 5. સ્વદેશી સૂત્ર માટેના વિષયો છે. ઉપરાંત અન્ય વિષયો મા ઓપરેશન સિંદુર નો પણ સમાવેશ કરવામા અવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લાના ધાર્મિક સંસ્થાઓ, મંડળો, મહિલા મંડળો, બાળ મંડળોમા કાનાને વધાવવા જબરો ઉત્સાહ પ્રેરાય રહ્યો છે.
- Advertisement -
રાજકોટને ગોકુળિયું બનાવવા કૃષ્ણના ગોવાળીઓ મા અનેરો થનગનાટ વ્યાપી ગયો છે. કૃષ્ણને ધરતી ઉપર આવકારવા આહવાન કરતા કહે છે, આવો કાનુડા ! અધર્મનો નાશ કરો અને અધર્મ અને અન્યાયના અંધકારમાં દિવ્ય પ્રકાશ બનીને રાજકોટની પવિત્ર ધરતી ઉપર અવતરશો. રાજકોટને કેસરિયો કરવા માટે કેશરી ઝંડીઓ, કેશરી ધજા પતાકા તેમજ સાહિત્ય વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે. તો વહેલી તકે કાર્યાલય ઉપરથી મેળવી લેવા અનુરોધ છે. રાહુલભાઈ જાની 85113 11008, સુશીલ પાંભર 98792 16747, સંદીપ આસોદરીયા 98245 97898નો સંપર્ક કરવો તેમજ પોસ્ટ દ્વારા મોકલવા માટે વિશ્વ હિન્દૂ પરિષદ (કાર્યાલય) 8-મિલપરા, રાજકોટ સરનામુ છે તેમજ વધુ વિગત માટે પરેશભાઈ રૂપારેલિયા મહામંત્રી, જન્માષ્ટમી મહોત્સવ સમિતિ, રાજકોટનો સંપર્ક કરવો. આ ઉપરાંત સૂત્ર બનાવીને તારીખ 25 જુલાઇને શુક્રવાર સુધીમાં ઉપર આપેલા મોબાઈલ નંબર ઉપર સૂત્રો મોકલી આપવા જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે.
વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના મધ્યસ્થી કાર્યાલયનું ઉદ્ઘાટન
શુક્રવારે વિહીપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલય જે યાજ્ઞિક રોડ, ગોસફર્ડ સિનેમા સામે, માલવિયા ચોક પાસે આવેલું છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉદ્ઘાટનમાં સંતો મહંતો, સામાજિક સંસ્થાઓ, હિન્દુ સંગઠનો, અનેક મંડળો, રાજકીય તથા સામાજિક આગેવાનોની હાજર રહ્યા. કાર્યક્રમની શરૂઆતમાં શોભાયાત્રા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. મહંત યતી બ્રહ્મદેવજી મહારાજ (ગુરુજી મામાજી) ગુરુદત્ત ગિરનારી આશ્રમ કુવાડવાથી પધાર્યા હતા તેમના હસ્તે દીપ પ્રાગટ્ય, ઉદ્ઘાટન અને શ્રીકૃષ્ણ ભગવાનના નામનો જયઘોશ કરવામાં આવ્યો હતો. જન્માષ્ટમી મહોત્સવ સમિતિના સહમંત્રી વિનય કારિયાએ ઉપસ્થિત તમામ મહેમાનો, આગેવાનો, અગ્રણીઓ તથા વિહીપના પ્રાંત, વિભાગ તથા જિલ્લાના તમામ અધિકારીઓનો પરિચય આપ્યો હતો તથા શબ્દિક સ્વાગત કર્યુ હતુ. જેમાં માર્ગદર્શક સમિતિના માવજીભાઈ ડોડીયા, નરેન્દ્રભાઈ દવે, હસુભાઈ ભગદેવ, અશોકભાઈ ચંદારાણા, મનીષભાઈ બેચરા, શાંતુભાઈ રૂપારેલીયા, વનરાજભાઈ ગરૈયા, નીતિશભાઈ કથીરિયા, કૃણાલભાઈ વ્યાસ, અશોકભાઈ મકવાણા તથા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.