ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) અને ITIના વિદ્યાર્થીઓ દ્વારા રાજકોટ સ્થિત PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ “PGVCL હાય હાય” ના નારા લગાવ્યા હતા. વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો બરોડા ખાતે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે. આ વિરોધ પ્રદર્શન વિદ્યુત વિભાગમાં પારદર્શિતા અને યુવાનોને કાયમી રોજગારી આપવાની માંગણી સાથે કરવામાં આવ્યું હતું.
- Advertisement -
વિદ્યાર્થીઓની માગણી
કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવી: વિદ્યાર્થીઓએ વિદ્યુત સહાયકની જગ્યાઓ પર પ્રવર્તતી કોન્ટ્રાક્ટ પ્રથાને નાબૂદ કરીને કાયમી ભરતી કરવાની માંગણી કરી હતી.
ખાનગીકરણનો વિરોધ: વીજ ગ્રાહકોની ફરિયાદ નિવારણ (ઋછઝ) સેવાઓને આઉટસોર્સ કરીને ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવાના નિર્ણય સામે પણ વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો.