સરકારી નિયમોના ઉલંઘન બદલ કોલસાની વર્ષો જૂની લીઝ સીલ કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાનું ખનન કરતા ખનિજ માફિયાઓને પ્રોત્સાહન પૂરું પાડતા લીઝ ધારકોના લીધે જ મોટાભાગે આ ગેરકાયદેસર ખનન ચાલતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાનગઢ તાલુકાના સોનગઢ ખાતે ખારા વિસ્તારમાં જુદીજુદી કુલ ત્રણ કોલસાની લીઝ પર ચેકીંગ હાથ ધર્યું હતું જે દરમિયાન લીઝ ધારક દ્વારા સરકારી નિયમોનું ઉલંઘન કરી લિઝ ચલાવતા હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
કોલસાની લીઝ તો સદંતર બંધ હતી છતાં રોયલ્ટી વેચાણ થતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો આ સાથે લીઝની આજુબાજુ કોલસાના ગેરકાયદેસર કુવા પણ મળી આવ્યા હતા લીઝ સદંતર બંધ હોવા છતાં પણ કોલસાનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવતા આ કોલસાનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગેના કોઈ પુરાવા નહીં હોવાથી કોલસાનો જથ્થો ગેરકાયદેસર હોવાનું જણાઈ આવ્યું છે. જ્યારે સરકારી નિયમો મુજબ લીઝન હદ નિશાન, સ્ટોક રજિસ્ટર, વેસ્ટ માલનો મોટા પ્રમાણમાં સ્ટોક, લીઝની બાજુમાં 11 જેટલા ગેરકાયદેસર કુવા, વિસ્ફોટક પદાર્થનું સ્ટોક રજિસ્ટર, ઉપયોગમાં લેવાતા સાધન સામગ્રીના રેકર્ડ, મજૂરો માટે સેફ્ટી અને રોયલ્ટી વેચાણ અંગે કોઈ રજીસ્ટર નિભાવેલ નહીં હોવા સાથે લીઝ અંગેના મોટાભાગના નિયમોનું ઉલંઘન બદલ લીઝ સીલ કરવાની સાથે લીઝ ધારક કાનભા ભગત તથા ભુપતભાઈ સતાભાઈ જળું વિરુધ કાર્યવાહી હાથ ધરી છે.