પોતાના પર આગાઉ નોંધાયેલાં ગુનાનાં સમાધાન માટે હનીટ્રેપ ગોઠવી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
ધ્રાંગધ્રા શહેરમાં આગાઉ નોંધાયેલ ગુન્હાના સમાધાન માટે યુવતી પાસે હનીટ્રેપ કરાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં પરેશભાઈ વિરુધ અજયભાઈ દ્વારા અગાઉ ગુન્હો નોંધાયો હતો જે કેસના સમાધાન માટે પરેશભાઈ દ્વારા પોતાના સંપર્કમાં રહેલી યુવતી સાથે મળી યુવતીએ સોશિયલ મીડિયાના યુવાન સાથે સંપર્ક કેળવી તેની સાથે નિકટતા વધારી સબંધ બન્યા હતા અને બાદમાં યુવાનને ખોટા બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી પરેશભાઈ વિરુધ થયેલ અગાઉના કેસના સમાધાન અને પાંચ લાખ રૂપિયાની માંગણી કરતા યુવાન પોતે હની ટ્રેપમાં ફસાયો હોવાની જાણ થતા પોલીસનો સંપર્ક કર્યો હતો અને એક યુવતી સહિત બે ઈસમો વિરુધ ગુન્હો નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ યુવતી દ્વારા અગાઉ સિટી પોલીસને પોતાના પર થયેલ બળાત્કાર અંગેની લેખિત ફરિયાદ આપી હતી અને પોતે વીડિયો પણ જાહેર કર્યો હતો જે બાદ શનિવારે યુવકના ઘર નજીક ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારે આ કેસમાં પોલીસ મથકે હનીટ્રેપ અંગેનો ગુન્હો નોંધાતા નવો વણાંક આવ્યો છે.