નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ચાર દિવસમાં અલાસ્કામાં બે મોટા ભૂકંપ આવ્યા. 17 જુલાઈના રોજ 7.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, ત્યારબાદ 21 જુલાઈના રોજ 6.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, બંને છીછરા ઊંડાણમાં હતા. આ છીછરા ભૂકંપ મજબૂત આફ્ટરશોક્સ અને સપાટી ધ્રુજારીની શક્યતા વધારે છે. પ્રથમ ઘટના પછી સુનામી ચેતવણી જારી કરવામાં આવી હતી. અલાસ્કા વિશ્વના સૌથી સક્રિય ભૂકંપ ઝોનમાંના એક પર આવેલું છે, જે વારંવાર આવે છે..
અમેરિકાનાં અલાસ્કામાં ભૂકંપના જોરદાર ઝટકા આજે સવારે અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 6.2 મેગ્નીટયુડ નોંધાઈ હતી. ભુકંપનુ કેન્દ્ર જમીનથી 48 કિલોમીટર નીચે નોંધાયુ હતું. આ પહેલા રશીયામાં પણ ભૂકંપનાં સતત ત્રણ ઝટકા લાગ્યા હતા. છેલ્લા કેટલાંક દિવસોમાં આ બીજો ભૂકંપ છે. જયારે અલાસ્કાની ધરતી ભૂકંપથી હલી છે.આ પહેલા 17 જુલાઈએ અલાસ્કામાં 7.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
- Advertisement -
આ ભૂકંપનું કેન્દ્ર ધરતીથી 36 કિલો મીટર નીચે હતું ગઈકાલે અલાસ્કા પાસે રશીયાના પૂર્વી કિનારે પણ ભૂકંપના સતત 3 ઝટકા આવ્યા હતા. જેની તીવ્રતા 6.4 અને 6.7 ની આંકવામાં આવી હતી. ત્યારબાદ રશીયા સહીત અમેરિકાનાં હવાઈ આઈલેન્ડ માટે સુનામી એલર્ટ જાહેર કરાયુ હતું.




