ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના વોર્ડ નંબર 18માં બિસમાર રસ્તાઓને કારણે પરેશાન સ્થાનિકો અને કોંગ્રેસ કાર્યકરોએ મહાનગરપાલિકા તંત્રને જગાડવા માટે અનોખો વિરોધ નોંધાવ્યો.
લોકોએ રેકડી કાઢી અને રસ્તા ઉપર હવન કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિકોએ જણાવ્યું કે મહાનગરપાલિકાનું તંત્ર “રેકડી જેવું બની ગયું છે,” જે ગતિહીન અને બિનકાર્યક્ષમ હોવાનો સંકેત આપે છે. લોકોએ સારા રસ્તાઓની માગ સાથે તંત્રને “સદબુદ્ધિ મળે” તે માટે રસ્તા પર જ હવન કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના આગેવાન નરેશ ગઢવી અને સ્થાનિક મહિલા ભાવનાબેન સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.



