મૂળી અને થાનગઢ પંથકમાં છાના ખૂણે વહીવટીયા ખેલથી ખાણોને પરવાનગી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
સુરેન્દ્રનગર જિલ્લામાં ભરપૂર ખનિજ સંપત્તિની સાથે ખનિજ માફિયાઓની પણ ભરમાર સર્જાઈ છે. દરેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બેફામ બનેલા ખનિજ માફીયાઓ પથ્થર, રેતી, માટી, કપચી, કોલસો સહિતના ખનિજનું ખનન કરી કરોડો કમાય છે જેની સાથે સરકારી તિજોરી અને પ્રકૃતિને પણ મોટું નુકશાન કરી રહ્યા છે. ચોમાસામાં વરસાદની સિઝન હોવાના લીધે ખનિજ માફિયાઓના મીની વેકેશન બાદ હવે વરસાદી સિઝન પૂર્ણ થવાના આરે થવા જઈ રહી છે ત્યારે થાનગઢ અને મૂળી પંથકમાં ગેરકાયદેસર ખનિજ સંપત્તિને નુકશાન કરતાં નજરે પડે છે. થાનગઢ અને મૂળી પંથકમાં કોલસાની ગેરકાયદેસર ખાણો ફરીથી શરૂ કરવા ખનિજ માફીયાઓ ફરી એક વખત સક્રિય થયા છે. આ કોલસાની ખાણો અંગે જો વાત કરવામાં આવે તો થાનગઢ અને મૂળીના જામવાડી, ભડુલા, સોનગઢ, ખાખરાળી, ભેટ, ધોળિયા, વગડીયા, અસુંદરાળી સહિતના ગામોની સીમમાં ગેરકાયદેસર કોલસાનું ખનન શરૂ થયું છે.
- Advertisement -
દિવસ દરમિયાન ખાણોમાંથી કોલસો કાઢવાની પ્રક્રિયા સાથે રાત્રીના સમયે આ ગેરકાયદેસર કોલસો વાહનોમાં ભરી વહન કરવામાં આવે છે. મોટાભાગે વહીવટી તંત્ર આ ખનીજનો રોકવાના બણગા ફૂંકે છે પરંતુ ખરેખર તંત્રના જ કેટલાક અધિકારીઓ છાના ખૂણે કોલસાની ખાણો પીળો પરવાનો આપવા લાગ્યા છે. ત્યારે ફરીથી કોલસાની સુઝન શરૂ થતા જ હવે વળી મોતના કુવા પણ શરૂ થતા ટૂંક સમયમાં જ કોલસાની ખાણોમાં શ્રમિકોના મોટી અંગેની દુર્ઘટના પ્રકાશમાં આવે તો નવાઈ નહીં !