અલગ રહેતી જીવનસાથીને ભરણપોષણ આપવાના મામલે કાયદો પહેલા કે બીજા લગ્નમાં અંતર નથી કરતો : દિલ્હી હાઈકોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
- Advertisement -
હાઈકોર્ટે જણાવ્યુ હતું કે અલગ રહેતી જીવન સાથીને ભરણ-પોષણ આપવાના મામલામાં ઘરેલુ હિંસા કાયદો પ્રથમ લગ્ન અને બીજા લગ્નમાં કોઈ અંતર નથી કરતો.
ન્યાયમુર્તિ સ્વર્ણકાંતા શર્માની બેન્ચે જણાવ્યું હતું કે એકવાર જયારે કોઈ પુરૂષ સ્વેચ્છાથી બીજા લગ્ન કરી લે છે તો તે બીજી પત્નિ અને બાળકોને ભરણ-પોષણ ભથ્થુ આપવાનો ઈન્કાર ન કરી શકે.ખરેખર તો એક વ્યકિતએ અલગ રહેતી પત્નિને ભરણ-પોષણ આપવા સામે હાઈકોર્ટમાં કહ્યું હતું કે આ તેના બીજા લગ્ન છે. આદેશમાં કહેવામાં આવ્યુ કે, એકવાર જયારે અરજદારે સ્વેચ્છાથી વિવાહ કરી લીધા અને પ્રતિવાદી અને તેના બાળકોએ સ્વીકારી લીધા તો હવે તે પોતાની કાનુની જવાબદારીનો વિરોધ કરવા માટે તેનો બચાવ તરીકે ઉપયોગ ન કરી શકે.
મહિલાએ જણાવ્યું હતું કે 1987 માં પોતાના પહેલા પતિના મૃત્યુ બાદ તે પોતાના બે પુત્રોનું એકલી પાલનપોષણ કરી રહી હતી. એ સમયે આ વ્યકિતએ તેના બાળકોની સારસંભાળ અને પિતાનાં પ્રેમનો વાયદો કરીને તેની સામે લગ્નનો પ્રસ્તાવ મુકયો હતો. જેની વિપરીત એ વ્યકિતએ દાવો કર્યો હતો કે તેની પત્નિ સ્વેચ્છાએ સાસરૂ છોડીને ચાલી ગઈ હતી તેણે પરત ફરવાનો કે સુલેહ કરવાનો કોઈ પ્રયાસ નહોતો કર્યો.



