યશસ્વી જયસ્વાલ તથા ગિલ નીચે સરકયા: ઈંગ્લેન્ડનો બ્રુક પણ હવે ત્રીજા સ્થાને
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટ એક અઠવાડિયા પછી બુધવારે ઈંઈઈ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ફરી વિશ્વના નંબર વન બેટ્સમેન બન્યા. ભારતના જસપ્રીત બુમરાહે બોલરોમાં પોતાનું સર્વોચ્ચ સ્થાન જાળવી રાખ્યું છે અને સાથે ઓલરાઉન્ડરોમાં રવિન્દ્ર જાડેજાએ પોતાનું સર્વોચ્ચ સ્થાન જાળવી રાખ્યું છે. બેટ્સમેનોમાં યશસ્વી, પંત અને ગિલને નુકસાન થયું છે. નવીનતમ રેન્કિંગમાં જાડેજા 34મા સ્થાને પહોંચી ગયો છે. રૂટે લોર્ડ્સમાં 104 અને 40 રન બનાવ્યા. આ શાનદાર પ્રદર્શન સાથે, તે તેની કારકિર્દીમાં આઠમી વખત ટોચ પર પહોંચ્યો.
- Advertisement -
રૂટના 888 રેટિંગ પોઈન્ટ છે. તે તેના દેશબંધુ હેરી બુક (862) ને પાછળ છોડીને ટોચ પર પહોંચ્યો છે, જે હવે ત્રીજા સ્થાને સરકી ગયો છે. ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન (867) બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ એક સ્થાન ઉપર આવીને ચોથા સ્થાને પહોંચી ગયો છે.
11 વર્ષમાં સૌથી મોટી ઉંમર: રૂટ (34 વર્ષ 198) છેલ્લા 11 વર્ષમાં નંબર વન બેટ્સમેન બનનાર સૌથી મોટી ઉંમરના ક્રિકેટર છે. તેમના પહેલા શ્રીલંકાના કુમાર સંગાકારાએ ડિસેમ્બર 2014માં 37 વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી.
પંત, યશસ્વી અને ગિલ એક-એક સ્થાન નીચે ઉતર્યા: યશસ્વી અને વિકેટકીપર બેટ્સમેન પંત એક-એક સ્થાન નીચે ઉતર્યા છે જ્યારે કેપ્ટન શુભમન ગિલ ત્રણ સ્થાન નીચે ઉતર્યો છે. યશસ્વી પાંચમા, પંત આઠમા અને ગિલ નવમા સ્થાને સરકી ગયો છે.
જાડેજાનો ફાયદો: લોર્ડ્સ ખાતે 72 અને 61 રનની અણનમ ઇનિંગ્સ રમનાર જાડેજા પાંચ સ્થાન ઉપર ચઢીને 34મા સ્થાને પહોંચી ગયો છે. રાહુલ પણ પાંચ સ્થાન ઉપર ચઢીને 35મા સ્થાને પહોંચી ગયો છે. ઇંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સ બેટ્સમેનોની યાદીમાં બે સ્થાન ઉપર ચઢીને 42મા સ્થાને પહોંચી ગયો છે.
બૂમ-બૂમ બુમરાહનો ક્રેઝ ચાલુ: ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે બોલરોમાં પોતાનું સર્વોચ્ચ સ્થાન જાળવી રાખ્યું છે. તે 901 રેટિંગ પોઈન્ટ સાથે વિશ્વનો નંબર વન બોલર બન્યો છે. તેની અને દક્ષિણ આફ્રિકાના કાગીસો રબાડા (851) વચ્ચે 50 પોઈન્ટનું અંતર છે જે બીજા નંબર પર છે. ભારતના વોશિંગ્ટન સુંદર 58મા સ્થાનેથી 46મા સ્થાને પહોંચી ગયા છે.
67 વર્ષ પછી ટોપ-10માં પાંચ : ઓસ્ટ્રેલિયાના પાંચ બોલરો ટોપ ટેનમાં છે. કેપ્ટન પેટ કમિન્સ ત્રીજા સ્થાને છે અને જોશ હેઝલવુડ ચોથા સ્થાને છે. બીજી તરફ, ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડ વિન્ડીઝ સામે હેટ્રિક લીધા બાદ પોતાના કારકિર્દીના શ્રેષ્ઠ છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.નાથન લિયોન આઠમા સ્થાને છે અને મિશેલ સ્ટાર્ક દસમા સ્થાને છે. છેલ્લા 67 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે એક જ ટીમના પાંચ બોલરો ટોપ ટેનમાં છે. આ પહેલા 1958માં ઇંગ્લેન્ડના છ બોલરો ટોપ 12માં હતા. પાકિસ્તાનના નૌમાન અલી પાંચમા સ્થાને છે.
સિસ્ટમમાં ફેરફાર: ઈંઈઈ દર વર્ષે, તે તેની રેન્કિંગ સિસ્ટમમાં કેટલાક ફેરફારો કરે છે. જેના કારણે ખેલાડીઓની રેન્કિંગમાં થોડો ફેરફાર થાય છે. વૈશ્વિક સંસ્થાએ બુધવારે ઝ20 રેન્કિંગ સિસ્ટમમાં સુધારો કર્યો.
આ પછી, કોહલીના રેટિંગ પોઈન્ટ 897 થી વધીને 909 થયા છે. તેણે 2024 માં આ પોઈન્ટ હાંસલ કર્યા હતા, જે રેન્કિંગ સિસ્ટમ અપડેટ થયા પછી વધ્યા છે. સૂર્યકુમાર યાદવ પછી ટી20 માં આ સિદ્ધિ મેળવનાર તે બીજો ભારતીય છે અને કુલ પાંચમો ખેલાડી છે. મે મહિનામાં ટેસ્ટમાંથી નિવૃત્તિ લેનાર કોહલીના આ ફોર્મેટમાં સૌથી વધુ રેન્કિંગ પોઈન્ટ 937 અને ઘઉઈં માં 911 છે. તેણે માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમી હતી.
- Advertisement -
જાડેજાનો દબદબો યથાવત
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જાદુ પણ ચાલુ છે.પોતાની ઓલરાઉન્ડ રમતના આધારે, તે વિશ્વનો નંબર વન ઓલરાઉન્ડર બન્યો છે. તે 409 પોઈન્ટ સાથે ટોચ પર છે. તેની અને બીજા ક્રમાંકિત બાંગ્લાદેશના મેહદી હસન મિરાઝ (305) વચ્ચે 104 પોઈન્ટનો તફાવત છે. જોકે, બોલરોમાં જાડેજા એક સ્થાન નીચે સરકીને 15મા સ્થાને પહોંચી ગયો છે.