તૂટી ગયેલા પુલ અંગે કોન્ટ્રાક્ટર તથા જવાબદાર સરકારી કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી, પુલના નવા બાંધકામની તાત્કાલિક કામગીરી હાથ ધરવા માંગણી’
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.17
તાલુકા વિકાસ અધિકારી ને લેખીત માં નવા કોઇબા ગામે તૂટી ગયેલા પુલ અંગે કોન્ટ્રાક્ટર તથા જવાબદાર સરકારી કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી, પુલના નવા બાંધકામની તાત્કાલિક કામગીરી શરૂ કરવા બાબત રજૂઆત કરવામાં આવી હતી.
વિનમ્રતાથી નહીં, પણ ગ્રામજનોના દુ:ખ અને રોષથી ભરેલી એક મોટેથી ચેતવણીરૂપ રજૂઆત છે કે, હળવદ તાલુકાના નવા કોઇબા ગામે બે વર્ષ પહેલા બનેલો પુલ, માત્ર એક જ વર્ષમાં તૂટી પડયો હતો. પુલના તૂટી ગયાને આજે પણ વર્ષભર વીતી ચૂક્યું છે. અને હાલ ફરીથી ચોમાસું ચાલી રહ્યું છે.આજે એ પુલ તૂટી ગયો છે આવતીકાલે એ સાથે કોઈનું જીવન તૂટી પડે એ શક્યતા સંપૂર્ણ છે.આ પુલથી પરથી બાળકો પોતાની શાળાએ જતાં હયો વૃદ્ધો દવાખાને જતાં હયો, મહિલાઓ રોજિંદી કામકાજ માટે નીકળતી હોય,અને દરેક ઇમર્જન્સી સમયે – બીમારી, દુર્ઘટના કે પ્રસૂતિ જેવી પરિસ્થિતિમાં – આ પુલ જ જીવ બચાવતો માર્ગ હતો.આ પુલ નવા કોઈબા અને જુના કોઈબાને જોડતો પુલ હતો. હળવદ પહોંચવા માટે આ એક જ રસ્તો હતો.આવી સ્થિતિમાં, પુલ તૂટી પડવો એ માત્ર બાંધકામની ભૂલ નહિ, પણ જીવલેણ અપરાધ છે.આ પુલ માટે કરોડોનું ભંડોળ ફાળવાયું હતું, પણ એવું લાગે છે કે તે પૈસાથી પુલ નહિ, લાંચના પાયા અને ભ્રષ્ટાચારના થાંભલા ઊભા થયા હતા. જે કોન્ટ્રાક્ટરે આ કામ કર્યું છે, અને જેને તેની દેખરેખમાં જવાબદારી હતી એવા તંત્રના કર્મચારીઓ સામે કાયદેસર કાર્યવાહી થવી જોય છે.તેવી અમારી સ્પષ્ટ માંગ છે
1. કોન્ટ્રાક્ટર સામે ગુનાહિત ફરિયાદ દાખલ થાય અને કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે.2. જેમના દેખરેખ હેઠળ આ પુલનું કામ થયું અને જેમણે એ પુક્ત કરવામાં અનિયમિતતા કરી. એવા તમામ સરકારી કર્મચારીઓની સામે સસ્પેન્શન તથા તપાસ શરૂ થાય.3. નવો પુલ તરત બાંધવાનો હુકમ અપાઈ અને કામની ગુણવત્તા વિષે ગામજનોથી સીધો સંવાદ રાખવામાં આવે.4. આ પુલ તૂટી પડવાને કારણે કોઈ જીવહાની થાય તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે, એમ લેખિતમાં જણાવવામાં આવે. જો હવે પણ તંત્ર આંખ મુંકે તો ગામજનોની ધીરજ તૂટશે અને આખું ગામ માર્ગ પર ઉતરી ન્યાય માંગશે, આજે માંગણી છે- કાલે કદાચ લાશ ઉઠાવવી પડે.સોનાની જેમ શાંત જીવનજીવતા ગામજનોના જીવનમાં તૂટી ગયેલા પુલ જેવી વેદના ન આવે એ માટે હવે તંત્ર જાગે-નહિંતર સમય સહી નહિ કરે.આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરી સહિતના આગેવાનો એ આવેદનપત્ર પત્ર પાઠવી રજૂઆત કરી હતી.