આપણા શરીરમાં ઘણા મહત્ત્વપૂર્ણ અવયવો છે. પરંતુ કિડની એ એવા અવયવોમાંથી એક છે જેના પર મોટાભાગના લોકો જ્યાં સુધી તે ખરાબ ન થઈ જાય ત્યાં સુધી ધ્યાન આપતા નથી. તે શરીરનું સફાઈ ફિલ્ટર છે જે લોહીને ફિલ્ટર કરે છે અને પેશાબ દ્વારા શરીરમાંથી ઝેરી પદાર્થો અને વધારાનું પાણી દૂર કરે છે. આ ઉપરાંત, તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા, શરીરમાં પાણી અને ખનિજોનું સંતુલન જાળવવા અને વિટામિન ડીને એક્ટિવ કરવા જેવા મહત્ત્વપૂર્ણ કાર્યો કરે છે. પરંતુ ક્યારેક આપણી અમુક સામાન્ય ટેવના કારણે કિડનીને નુકસાન પહોંચે છે અને આપણને તેની જાણ પણ નથી હોતી. એવામાં જાણીએ કિડની માટે ખતરનાક સાબિત થતી ટેવ કઈ છે.
1. વારંવાર પેઇનકિલર્સ લેવાથી થઈ શકે છે નુકસાન
- Advertisement -
દુખાવા, તાવ કે સોજા માટે આઇબુપ્રોફેન અથવા એસ્પિરિન જેવા NSAID લેવા સામાન્ય છે. પરંતુ આ દવા સતત અથવા વધુ માત્રામાં લેવાથી કિડનીમાં લોહીનો પ્રવાહ ઓછો થાય છે. જેના કારણે કિડની ધીમે ધીમે ખરાબ થવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમને કિડનીની કોઈ સમસ્યા હોય, તો ડૉક્ટરની સલાહ લીધા વિના પેઇનકિલર્સ ન લો.
2. વધુ પડતું મીઠું પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક
મીઠું એટલે કે સોડિયમનું વધુ પડતું સેવન હાઈ બ્લડ પ્રેશરનું કારણ બને છે અને તે કિડનીને નુકસાન પહોંચાડે છે. તેથી ખોરાકમાં ઉપરથી મીઠું ન લો. તેમજ વધુ પડતા મીઠાનો ઉપયોગ પણ ટાળો. પેકેજ્ડ અને જંક ફૂડમાં પણ સોડિયમનું પ્રમાણ વધુ હોય છે, તેથી તેને ઓછું કરવાનો પ્રયાસ કરો.
- Advertisement -
3. ઓછું પાણી પીવાથી કિડની પર પણ પાસે છે અસર
કિડનીને કામ કરવા માટે પૂરતું પાણીની જરૂર હોય છે. જ્યારે તમે ઓછું પાણી પીઓ છો, ત્યારે શરીરમાં ઝેરી તત્વો એકઠા થવા લાગે છે. જેના કારણે કિડની પર દબાણ વધે છે અને પથરી બનવાની શક્યતા વધી જાય છે. આવી સ્થિતિમાં, સામાન્ય રીતે દિવસભર 6 થી 8 ગ્લાસ પાણી પીવું સારું માનવામાં આવે છે.
4. પૂરતી ઊંઘ ન લેવી
ઓછી ઊંઘ હોર્મોનલ અસંતુલનનું કારણ બને છે જે કિડનીને અસર કરે છે. ઘણા સંશોધનો દર્શાવે છે કે જે લોકો નિયમિતપણે 6 કલાકથી ઓછી ઊંઘ લે છે તેમને હાઈ બ્લડ પ્રેશર અને કિડની સંબંધિત રોગોનું જોખમ વધારે હોય છે. તેથી, દરરોજ ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લેવી મહત્ત્વપૂર્ણ છે.
5. વધુ પડતું પ્રોટીનનું સેવન પણ હાનિકારક
પ્રોટીન લેવું શરીર માટે સારું છે પરંતુ વધુ માત્રામાં પ્રોટીન હાનિકારક સાબિત થાય છે. ભારે પ્રોટીન કિડની પર દબાણ વધારે છે. આથી વધુ પ્રોટીન બનતા કિડની પર વધુ દબાણ પડે છે અને કિડનીને વધુ કચરો ફિલ્ટર કરવો પડે છે. આવી સ્થિતિમાં, જો તમારી કિડની નબળી હોય, તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ પ્રોટીનનું સેવન કરો.
6. વધુ માત્રામાં ખાંડનું સેવન
વધુ પડતી ખાંડ સ્થૂળતા અને ડાયાબિટીસનું જોખમ વધારે છે, જે કિડની ફેલ થવાનું એક સૌથી મોટું કારણ છે. ઠંડા પીણા, પેકેજ્ડ નાસ્તા અને લસ્સી જેવી વસ્તુઓ પણ ટાળવી જોઈએ.