અન્ય સ્કૂલો મસમોટી ફી ઉઘરાવી રહી છે ત્યાં કોઈ ધરણા નથી કરતું?, અમારી સ્કૂલને યેનકેન પ્રકારે બદનામ કરવાનું ષડયંત્ર: સ્કૂલ સંચાલક રમેશ પાંભર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં આજે ગજઞઈંએ પબ્લિસિટી સ્ટંટ માટે હલ્લાબોલ કર્યું હતું. ગજઞઈંએ આજે ફી મુદ્દે કર્ણાવતી સ્કૂલ ખાતે પ્રદર્શન કર્યું હતું. કર્ણાવતી સ્કૂલના સંચાલક રમેશ પાંભરે જણાવ્યું હતું કે, અમારી સ્કૂલ ઋછઈના નિયમ કરતા પણ ઓછી ફી વસૂલી રહી છે ત્યારે ગજઞઈંનો વિરોધ એ ફક્ત કર્ણાવતી સ્કૂલને બદનામ કરવાનો છે. જ્યારે રેલનગર વિસ્તારમાં આ સ્કૂલ મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે અને આ સ્કૂલમાં ખુબ જ સારૂં શિક્ષણ પૂરૂં પાડે છે. અન્ય સ્કૂલ જ્યારે 50થી 60 હજારની ફી ઉઘરાવે છે તેની સામે અમે ફક્ત 25 હજાર ફી રાખી છે જેથી મધ્યમવર્ગના બાળકોને સારૂં શિક્ષણ મળે. આમ ગજઞઈંને ફક્ત અમારી સ્કૂલ જ દેખાય છે જે સ્કૂલ મસમોટી ફી ઉઘરાવીને બાળકોને સારૂં શિક્ષણ નથી આપતી ત્યાં વિરોધ કરવાના બદલે અમારી સ્કૂલને જ ટાર્ગેટ કરી છે. અમારી સ્કૂલને બદનામ કરવાનું ષડયંત્ર છે. જો કે, આ ધરણા પ્રદર્શન કરતા અટકાવવા માટે શાળા સંચાલકે પોલીસને બોલાવતા તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
જ્યારે આ સ્કૂલના સંચાલકે જણાવ્યું હતું કે, કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 1 થી 12 માં ઘણાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગજઞઈં દ્વારા આજે અહીં રજૂઆત કરવામાં આવી હતી અને તેમાં તેમના દ્વારા વાલીઓ પાસેથી કેટલી ફી લેવામાં આવશે તેની માહિતી માગવામાં આવી હતી જેથી અમે તે માહિતી આપી છે વર્ષ 2023-24માં ફી નિયમન સમિતિ દ્વારા તેથી નક્કી કરવામાં આવી છે તેનાથી પણ ઓછી ફી અમે વર્ષ 2025 -26 માં લઈએ છીએ. જેમાં ઋછઈમાં 1થી 8 ધોરણ સુધી 34,500 ફી નિર્ધારીત થઈ છે જ્યારે અમે 1થી 4માં 30 હજાર, 5થી 7માં 30,500 અને 8માં ધોરણની માત્ર 32 હજાર ફી રાખી છે.